🔥 ट्रेंडिंग વડોદરાના કમાટીબાગમાં 'સેવા સર્કલ'નું ન... ಚಿತ್ರದುರ್ಗದಲ್ಲಿ ಹಿಂದೂ ಮಹಾ ಗಣಪತಿ ವಿಸರ್ಜ... श्री रामस्वरूप मेमोरियल इंटर कॉलेज में... ઓખા: ભારતીય રેલ્વેનું પશ્ચિમ છેડાનું ઐ... किशनगंज: डंपर की चपेट में बाइक सवार, ए... बेगूसराय: जमीन विवाद में डीसीएलआर कोर्...
04 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
अपराध

મોડાસા ટાઉન પોલીસને સજા વોરંટના આરોપીને પકડવામાં સફળતા મળી...

✍️ रिपोर्टर: Shahbuddin A Shiroya 🗓 04 अक्टू. 2026, 12:14 PM 👁 22
यहाँ देखें: ▶️ YouTube
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

અરવલ્લી જિલ્લામાં છેલ્લા નવેક મહિનાથી સજા વોરંટના કામે નાસતા ફરતા આરોપીને મોડાસા ટાઉન પોલીસે બાતમીના આધારે ઝડપી પાડ્યો છે.આરોપીને કોર્ટમાં રજૂ કરી જેલ હવાલે કરવામાં આવ્યો છે..

અરવલ્લીમાં-:
નાસતા ફરતા આરોપીઓને પકડવા માટે પોલીસ અધિક્ષક દ્વારા અપાયેલી સૂચનાઓના પગલે મોડાસા ટાઉન પોલીસને મોટી સફળતા મળી છે. છેલ્લા નવેક મહિનાથી સજા વોરંટના કામે ફરાર ચાલી રહેલા આરોપી અબ્દુલકાદર ગુલામનબી ચૌહાણને પોલીસે ઝડપી પાડ્યો છે.ગાંધીનગર રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ અને અરવલ્લી-મોડાસાના પોલીસ અધિક્ષક મનોહરસિંહ.એન.જાડેજા તથા મોડાસા વિભાગના નાયબ પોલીસ અધિક્ષક જે.ડી.વાઘેલા દ્વારા જિલ્લામાં અને મોડાસા શહેરમાં નાસતા ફરતા તથા સજા પામેલા આરોપીઓને પકડવા માટે ખાસ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે.આ સૂચનાઓના આધારે, મોડાસા ટાઉન પોલીસ ઇન્સ્પેક્ટર આર.ડી.ચૌધરીએ તેમના સ્ટાફને વોરંટની બજવણી કરવા માટે સૂચનાઓ આપી હતી..

તે દરમિયાન પોલીસને ખાનગી રાહે બાતમી મળી હતી કે મહે.પ્રિન્સીપાલ જજની ફેમીલી કોર્ટ મોડાસાના ફોજદારી પરચુરણ અરજી નંબર-૪૧૧/૨૦૨૫ મુજબ સજા પામેલા આરોપી અબ્દુલકાદર ગુલામનબી ચૌહાણ, જે સાહારા સોસાયટી, મોડાસાના રહેવાસી છે, તે આજ દિન સુધી પોલીસ પકડથી ભાગતો ફરતો હતો અને હાલ સુકા બજાર ખાતે ઉભો છે.આ ચોક્કસ બાતમીના આધારે પોલીસે તાત્કાલિક સદર જગ્યાએ જઈ તપાસ કરતાં આરોપી હાજર મળી આવ્યો હતો.કોર્ટમાંથી સજા થયેલ હોવાથી પોલીસે આરોપી અબ્દુલકાદર ગુલામનબી ચૌહાણને કાયદેસર રીતે પકડીને જેલ હવાલે કર્યો છે.આ કાર્યવાહીમાં પોલીસ ઇન્સ્પેક્ટર આર.ડી.ચૌધરી, આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર વિશાલકુમાર પ્રવિણભાઇ અને આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર ભરતસિંહ માનસિંહ (તમામ મોડાસા ટાઉન પોલીસ સ્ટેશન) ની પ્રશંસનીય કામગીરી રહી છે.
📲Get App