સામખિયાળી રેલવે સ્ટેશન નજીક ટ્રક સળગી ઊઠ્યો
यहाँ देखें:
📘 Facebook
સામખિયાળી રેલવે સ્ટેશન નજીક ટ્રક સળગી ઊઠ્યો સામખિયાળી રેલવે સ્ટેશન સામે આવેલ ખાદી ભંડાર પાસે બપોરના સમયે એક ટ્રકમાં અચાનક આગ લાગી હતી. પ્રાથમિક માહિતી મુજબ ટ્રક ઉપરથી પસાર થતી 11 KV વીજ લાઈન સાથે ટ્રક ટચ થતાં શોર્ટ સર્કિટથી આગ ભભૂકી ઉઠી હતી.ઘટનાની જાણ થતાં જ ભચાઉ ફાયર ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. સૌપ્રથમ વીજ પુરવઠો બંધ કરાવ્યા બાદ ફાયર ટીમે પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો.