🔥 ट्रेंडिंग शहीद भगत सिंह युवा क्लब के 5वीं विशाल... तिनसुकिया के दिराक रोंगपुरिया गाँव में... અર્જુનસિંહ ની આત્મકથા પ્રકાશિત श्री जी की रथ यात्रा गढ़ी पुख्ता में ध... વિશ્વ હિન્દુ પરિષદ - સુરત મહાનગર દ્વાર... सपा कार्यकर्ताओं ने संविधान, लोकतंत्र...
04 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

વડનગર થી વારાણસી સેવા સંકલ્પ યાત્રાનું લુણાવાડા ખાતે આગમન

✍️ रिपोर्टर: Burhaan Sibhai 🗓 04 अक्टू. 2026, 07:22 PM 👁 12
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત વડનગર થી વારાણસી યાત્રાનું આજરોજ લુણાવાડા ખાતે આગમન થયું હતું લુણાવાડા નગરના વાંસિયા તળાવથી પ્રવેશેલી બાઈક યાત્રા આંબેડકર ચોક ખાતે થી પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશ વિશ્વકર્માજી ના હસ્તે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ની સુતરને આંટી પહેરાવી શરૂઆત થઈ હતી જે રેલી સ્વરૂપે લુણાવાડા નગરમાં વિવિધ માર્ગો પર ફરી ફુવારા ચોક ખાતે પહોંચી હતી આ યાત્રા માંડવી બજાર ખાતે આવી પહોંચતા મહીસાગર જિલ્લા ભારતીય જનતા પાર્ટી લઘુમતી મોરચા દ્વારા તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. રેલી ફુવારા ચોક ખાતે પહોંચતા મહાત્મા ગાંધીજીની પ્રતિમાને સુતરની આરતી પહેરાવી ભાવાંજલિ અર્પણ કરી હતી પ્રદેશ અધ્યક્ષ શ્રી એ આરોગ્ય કર્મચારીઓ તથા મહિલાઓ સાથે વાર્તાલાપ કરી સેવા સંકલ્પના અભિયાનને વધુ મજબૂત અને સફળ બનાવવા અનુરોધ કર્યો હતો
📲Get App