🔥 TRENDING बेलगहना में बाघ का आतंक: मवेशियों को ब... उदयपुर में मुस्लिम महिलाओं ने बारिश के... नवादा: तीन दिन से लापता तीन बच्चे राजग... પેરિસમાં વિદ્યાર્થીઓનો આક્રોશ: ૧૨૦૦થી... પેરિસમાં વિદ્યાર્થીઓનો વિરોધ પ્રદર્શન:... Finance Minister Sitharaman credits fi...
04 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
નવા ભાડા અધિનિયમનો વિરોધ: વડોદરા સહિત રાજ્યભરની કોર્ટમાં વકીલોની હડતાળ

નવા ભાડા અધિનિયમનો વિરોધ: વડોદરા સહિત રાજ્યભરની કોર્ટમાં વકીલોની હડતાળ

✍️ Reporter: Kuntalkumar Chokshi 🗓 04 Oct 2026, 01:42 PM 👁 10
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

રાજ્ય સરકારના નવા ભાડા અધિનિયમનો વકીલો સખત વિરોધ કરી રહ્યા છે. કાયદામાં વહીવટી અધિકારીઓને સત્તા સોંપાતા ન્યાયિક અનુભવના અભાવે યોગ્ય ન્યાય મળવામાં મુશ્કેલીની આશંકા છે. આ મુદ્દે રાજ્યભરની કોર્ટમાં વકીલોએ હડતાળ શરૂ કરી છે.

વડોદરા: રાજ્ય સરકાર દ્વારા લાવવામાં આવેલા નવા ભાડા અધિનિયમનો વકીલો દ્વારા સખત વિરોધ કરવામાં આવી રહ્યો છે. નવા કાયદા મુજબ, સ્મોલ કોઝ કોર્ટની સત્તા છીનવીને વહીવટી અધિકારીઓને સોંપવાની જોગવાઈ છે. આ અધિકારીઓ પાસે ન્યાયિક અનુભવનો અભાવ હોવાથી સામાન્ય લોકોને યોગ્ય ન્યાય મળવો મુશ્કેલ બનશે તેવી ભીતિ સેવાઈ રહી છે.

આ વિરોધના ભાગરૂપે, આજે બરોડા બાર એસોસિએશનના હોદ્દેદારો કોર્ટ સંકુલના પ્રવેશ અને બહાર નીકળવાના દ્વાર પાસે ઉપસ્થિત રહ્યા હતા. તેમણે કોર્ટમાં પ્રવેશતા વકીલો અને અરજદારોને નવા ભાડા અધિનિયમથી લોકો, ભાડૂઆત અને મકાન માલિકોને થનાર નુકસાન અંગે માહિતી આપી હતી અને આંદોલનમાં સહકાર આપવા અપીલ કરી હતી.

બરોડા બાર એસોસિએશન દ્વારા શરૂ કરાયેલું આંદોલન વધુ તેજ બન્યું છે. વકીલ મંડળ દ્વારા આપવામાં આવેલા બંધના એલાનને પગલે બીજા દિવસે પણ તમામ અદાલતી કાર્યવાહીથી વકીલો અલિપ્ત રહ્યા હતા, જેના કારણે ન્યાયિક કામગીરી ઠપ થઈ ગઈ હતી.

ગુજરાત બાર એસોસિએશન દ્વારા સોમવારથી રાજ્યભરની કોર્ટમાં હડતાળ કરવાનો નિર્ણય લેવાયો છે. બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની બેઠકમાં 5 ઓક્ટોબરથી સમગ્ર ગુજરાતના તમામ વકીલ મંડળોને અચોક્કસ મુદત માટે કોર્ટ કામગીરીથી અળગા રહી સ્વૈચ્છિક હડતાળ પર જવા આહ્વાન કરતો ઠરાવ પસાર કરવામાં આવ્યો છે. વકીલોની મુખ્ય માંગ છે કે નવા રેન્ટ એક્ટ મકાન માલિક અને ભાડૂઆત બંનેના હિત વિરુદ્ધનો અવ્યવહારુ નિર્ણય છે અને તેની જગ્યાએ ન્યાયિક અનુભવી અધિકારીઓની નિમણૂક કરવામાં આવે.
📲Get App