કોડીનાર શહેરના માર્ગ વિકાસ
કોડીનાર શહેરના માર્ગ વિકાસમાં એક મહત્વપૂર્ણ કદમ ઉઠાવવામાં આવ્યું છે. વેરાવળ બાયપાસથી ઉના બાયપાસ સુધી અંદાજે 7 કિલોમીટર લાંબા RCC રોડ બનાવવાની કામગીરીનો પ્રારંભ થતાં શહેરના વિકાસકાર્યોમાં નવી ગતિનો સંચાર થયો છે. 14.5 મીટર જેટલી વિશાળ પહોળાઈ ધરાવતા આ રોડનું નિર્માણ અત્યાધુનિક ટેકનોલોજી અને મશીનરીના ઉપયોગથી કરવામાં આવી રહ્યું છે આ રોડ નિર્માણની કામગીરીમાં વિશેષ આકર્ષણરૂપ "8 Power Slipform 1700"મશીન નો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આધુનિક મશીનરીની મદદથી મોટા પાયે RCC રોડ બનાવવાની આ કામગીરી કોડીનારના માર્ગ વિકાસ માટે નોંધપાત્ર બની રહી છે રોડ નિર્માણની જવાબદારી હરિઓમ કન્સ્ટ્રક્શન એજન્સી દ્વારા સંભાળવામાં આવી છે. એજન્સીના એન્જિનિયર કે.વી. બારડના માર્ગદર્શન હેઠળ કામગીરી આગળ ધપાવવામાં આવી રહી છે આ પ્રસંગે કોડીનાર નગર પાલિકાના ઉપપ્રમુખ શીવા સોલંકી, ધર્મેશ સોલંકી, પિયુષ બારડ તેમજ નગરપાલિકાના સભ્યો નારણ બારડ, અસલમ ચૌહાણ, માજિદ બેલીમ, દિવ્યેશ બારડ સહિતના આગેવાનો અને પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા 7 કિલોમીટર લાંબો અને 14.5 મીટર પહોળો આ RCC રોડ કોડીનારના વિકાસમાં મહત્વપૂર્ણ માળખાકીય સુવિધા બની શકે છે. અત્યાધુનિક “8 Power Slipform 1700″ મશીન દ્વારા હાથ ધરાયેલી આ કામગીરીથી શહેરમાં આધુનિક બાંધકામ ટેકનોલોજીનો ઉપયોગ જોવા મળી રહ્યો છે હવે શહેરીજનોની નજર આ મહત્વપૂર્ણ પ્રોજેક્ટની ગુણવત્તા, મજબૂતી અને સમયસર પૂર્ણ થનારી કામગીરી પર મંડાઈ છે. કોડીનારના વિકાસને નવી ઓળખ આપતો આ માર્ગ લોકોની સુવિધામાં કેટલો વધારો કરશે તે આવનારા સમયમાં જોવા મળશે.