🔥 TRENDING नाऊर येथे बेपत्ता महिला व मुली सापडल्य... India Likely to Finalise 114 Rafale Je... Tribune India publishes profile of Gur... Speculation Swirls Around Kiara Advani... Bidar Breaking News Delhi Tilak Nagar road damage
04 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

લાઠીમાં પીવાના પાણીની ગંભીર સમસ્યા: આપ દ્વારા નગરપાલિકાને ૨ દિવસમાં ઉકેલ નહીં તો આંદોલનની ચીમકી

✍️ Reporter: Rangpara Shaileshbhai 🗓 04 Oct 2026, 09:30 AM 👁 12
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

લાઠી શહેરમાં છેલ્લા ઘણા દિવસોથી પીવાના પાણીની ગંભીર સમસ્યા સર્જાઈ છે. નિયમિત પાણી વિતરણ ન થતું હોવાથી અને આવતું પાણી દૂષિત હોવાથી નાગરિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. આમ આદમી પાર્ટીએ ૨ દિવસમાં સમસ્યા હલ નહીં થાય તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.

લાઠી શહેરમાં છેલ્લા ઘણા દિવસોથી પીવાના પાણીની ગંભીર સમસ્યા સર્જાઈ છે. નિયમિત પાણી વિતરણ ન થતું હોવાથી અને આવતું પાણી પણ દૂષિત તેમજ ઓછા પ્રેશરથી આવતું હોવાથી સ્થાનિક નાગરિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. અનેક વોર્ડમાં ૮ થી ૧૦ દિવસે એક વખત પાણી આપવામાં આવતા લોકોને ખાનગી ટેન્કરો પર નિર્ભર રહેવું પડે છે.

નગરપાલિકામાં અનેક વખત મૌખિક અને લેખિત રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર કાર્યવાહી કરવામાં ન આવતા આખરે આમ આદમી પાર્ટી મેદાનમાં આવી છે. આજરોજ આમ આદમી પાર્ટી - લાઠી વિધાનસભા દ્વારા લાઠી નગરપાલિકાના ચીફ ઓફિસરને આવેદન પત્ર આપી ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી.

આપના આગેવાનોએ ચીમકી ઉચ્ચારી છે કે જો આગામી ૨ દિવસમાં લાઠી શહેરમાં નિયમિત અને શુદ્ધ પીવાનું પાણી આપવામાં નહીં આવે તો નગરપાલિકા કચેરી સામે ખાલી માટલા સાથે ઉગ્ર આંદોલન અને ઘેરાવ કરવામાં આવશે. આપ દ્વારા જણાવાયું કે, "પાણી એ પ્રજાનો મૂળભૂત અધિકાર છે. તંત્રની ઘોર બેદરકારીના કારણે પ્રજા ટીપા-ટીપા પાણી માટે તરસી રહી છે. જો તાત્કાલિક નિકાલ નહીં આવે તો પ્રજાના હિત માટે અમે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરીશું."

આ રજૂઆત દરમિયાન મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીના કાર્યકરો અને સ્થાનિક નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા, જેઓ પાણીની સમસ્યાના તાત્કાલિક નિરાકરણની માંગ કરી રહ્યા હતા.
📲Get App