🔥 TRENDING Tamil Nadu By‑Poll: CM Vijay Condemns... Madhya Pradesh Hospitals Threaten Boyc... Suvendu Adhikari alleges TMC used CID... BJP’s Hooghly Lok Sabha Candidate Lock... NFR rebuilds 146-year-old Sukna statio... Railway staff in India cook oats for t...
04 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

સુરત અને વડોદરામાં નવરાત્રિ પહેલાં 'ઝમકુડી પેટર્ન' ચણિયાચોળીની માંગમાં તેજી

✍️ Reporter: Maheta Dhavalkumar Jitendrabhai 🗓 04 Oct 2026, 03:26 PM 👁 10
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

નવરાત્રિના તહેવાર નજીક આવતા જ સુરત અને વડોદરાના બજારોમાં પરંપરાગત ચણિયાચોળીની ખરીદીએ જોર પકડ્યું છે. ખાસ કરીને 'ઝમકુડી પેટર્ન' અને ધાબુ કોટન મટીરીયલ ધરાવતા થ્રી-પીસ સેટ ગ્રાહકોમાં ભારે લોકપ્રિય બન્યા છે.

નવરાત્રિના આગમનની સાથે જ ફેશન અને પરંપરાના સંગમ સમાન ચણિયાચોળીની ખરીદીનો માહોલ જામ્યો છે. સુરતમાં, વેપારીઓ અનુસાર, આ વખતે 'ઝમકુડી પેટર્ન' ધરાવતી ચણિયાચોળી ખૂબ જ ઝડપથી વેચાઈ રહી છે. મટીરીયલની વાત કરીએ તો, થ્રી-પીસ સેટમાં ધાબુ કોટન (ખાખી/ખાદી કોટન) હાલ સૌથી વધુ ટ્રેન્ડિંગમાં છે. આ ઉપરાંત, ગ્રાહકો રોમન સિલ્ક, રિયોન અને સાઉથ કોટન ફેબ્રિકના ચણિયાચોળીને પણ પસંદ કરી રહ્યા છે. હાલ વેપાર સામાન્ય ગતિએ ચાલી રહ્યો છે, પરંતુ ખરીદી ધીમે ધીમે વેગ પકડી રહી છે. સુરતમાં ટૂ-પીસ ચણિયાચોળી ₹1200થી શરૂ થઈને ₹2500થી ₹3000 સુધીની શ્રેષ્ઠ ક્વોલિટીના પીસ ઉપલબ્ધ છે.
📲Get App