🔥 ट्रेंडिंग बिहार की सिनेमा में नई ऊँचाई: 'द व्वान... किशोर ने कहा: बिहार शिक्षकों का 7वाँ व... मुरबाडमध्ये चेन स्नॅचिंग करताना आरोपी... कांग्रेस नेताओं ने आईआईटी बॉम्बे छात्र... बीजेपी शासन के खिलाफ युवा का विरोध, के... महाराष्ट्र में भूकंप, एनसीएस ने पुष्टि...
03 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
स्थानीय

સુરત મહાનગરપાલિકામાં સંકલન સમિતિની બેઠક: પ્લાસ્ટિક વેસ્ટ અને ગેરકાયદે પ્રવૃત્તિઓ મુદ્દે ઉગ્ર ચર્ચા

✍️ रिपोर्टर: Maheta Dhavalkumar Jitendrabhai 🗓 03 अक्टू. 2026, 07:05 PM 👁 14
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સુરત મહાનગરપાલિકા ખાતે યોજાયેલી સંકલન સમિતિની બેઠકમાં શહેર ભાજપ પ્રમુખ, મેયર અને ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં લોકપ્રશ્નો, જાહેર અગવડતાઓ અને ખાસ કરીને રહેણાંક વિસ્તારોમાં પ્લાસ્ટિક વેસ્ટના મુદ્દે ગંભીર ચર્ચાઓ થઈ હતી.

સુરત મહાનગરપાલિકા ખાતે સંકલન સમિતિની એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં શહેર ભાજપ પ્રમુખ પરેશ પટેલ, મેયર માયાબેન માવાણી, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજન પટેલ, ટ્રાફિક ડીસીપી પન્ના મોમાયા, કલેક્ટર તેજસ પરમાર, મ્યુનિસિપલ કમિશનર સહિત શહેરના ધારાસભ્યો અને અન્ય ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. મ્યુનિસિપલ કમિશનર સાથેની આ પ્રથમ સંકલન બેઠકમાં લોકપ્રશ્નો, જાહેર અગવડતાઓ અને વહીવટી તંત્રની ઢીલી કામગીરી જેવા મુદ્દાઓ પર ઉગ્ર ચર્ચાઓ કરવામાં આવી હતી.

બેઠક દરમિયાન, વરાછા વિસ્તારના ધારાસભ્ય કુમાર કાનાણીએ રહેણાંક વિસ્તારોમાં ફેલાઈ રહેલા હોટફિક્સ મશીનો દ્વારા ઉત્પન્ન થતા પ્લાસ્ટિક વેસ્ટના ગંભીર મુદ્દાને મ્યુનિસિપલ કમિશનર સમક્ષ રજૂ કર્યો હતો. તેમણે જણાવ્યું કે, હાલ સુરતના રસ્તાઓ પર ઠેર ઠેર હોટફિક્સના પ્લાસ્ટિક કચરાના ઢગલા જોવા મળે છે, જે એક મોટી સમસ્યા બની ગઈ છે અને તેને દૂર કરવામાં તંત્ર લાચાર જણાઈ રહ્યું છે.

ધારાસભ્ય કુમાર કાનાણીએ તંત્ર પર આકરા પ્રહારો કરતાં જણાવ્યું કે, છેલ્લા ચાર વર્ષથી તેઓ રહેણાંક વિસ્તારોમાં ધમધમતા હોટફિક્સ મશીનો, કોમર્શિયલ ગોડાઉનો અને ગેરકાયદેસર ઔદ્યોગિક એકમોને બંધ કરાવવા માટે સતત પ્રયાસ કરી રહ્યા છે. તેમ છતાં, સોસાયટીઓમાં આવા ઉદ્યોગો શરૂ થઈ ગયા છે. અધિકારીઓની બેદરકારીના કારણે આજે સામાજિક અને કોર્પોરેશન સંબંધિત ગંભીર મુશ્કેલીઓ ઊભી થઈ છે. તેથી, રહેણાંક વિસ્તારોમાં ચાલતી આવી તમામ બિનઅધિકૃત પ્રવૃત્તિઓ તાત્કાલિક બંધ થવી જોઈએ તેવી માંગણી કરવામાં આવી હતી.
📲Get App