Crime
અમદાવાદ: સરખેજમાં ડમ્પરની ટક્કરથી રાહદારીનું મોત, ચાલક ફરાર
અમદાવાદના સરખેજ વિસ્તારમાં અંબર ટાવર પાસે ડમ્પરની અડફેટે એક રાહદારીનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું છે. અકસ્માત સર્જીને ડમ્પર ચાલક ફરાર થઈ ગયો હતો.
અમદાવાદ શહેરના સરખેજ વિસ્તારમાં અંબર ટાવર નજીક એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. એક પુર ઝડપે આવી રહેલા ડમ્પર ચાલકે અચાનક જ એક રાહદારીને અડફેટે લીધો હતો. આ અકસ્માતમાં રાહદારીનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.
પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, અકસ્માત બાદ ડમ્પર ચાલક ડમ્પર મૂકીને ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. આ બનાવની જાણ થતાં સ્થાનિક પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી.
પોલીસે મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો હતો અને અકસ્માત સર્જનાર ડમ્પર ચાલકને ઝડપી પાડવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસે આસપાસના સીસીટીવી ફૂટેજ પણ તપાસી વધુ કાર્યવાહી હાથ ધરી છે.