🔥 ट्रेंडिंग સાબરકાંઠા પોલીસની અસામાજિક તત્વો સામે... સાબરકાંઠા પોલીસની અસામાજિક તત્વો સામે... 🏏 रोहित शर्मा शतक से चूके, 92 रन पर आ... आंध्र प्रदेश के फार्मा यूनिट में बॉयलर... अंध्र प्रदेश ने अमरावती को भारत की अगल... આતંક મચાવનાર કપિરાજ અંતે પાંજરે પુરાયા
03 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

કબડ્ડી ટુર્નામેન્ટના ઉદ્ઘાટન સમારોહમાં પ્રવીણભાઈ માળી ઉપસ્થિત રહી ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો.

✍️ रिपोर्टर: Atul Thakor 🗓 03 अक्टू. 2026, 03:58 PM 👁 13
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
રમશે ગુજરાત, જીતશે ગુજરાત!

ડીસા ખાતે જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, બનાસકાંઠા દ્વારા આયોજિત 70મી એસ.જી.એફ.આઈ. રાજ્યકક્ષાની ભાઈઓની કબડ્ડી ટુર્નામેન્ટના ઉદ્ઘાટન સમારોહમાં પ્રવીણભાઈ માળી ઉપસ્થિત રહી ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો.

રમતગમત માત્ર શારીરિક શક્તિનું પ્રદર્શન નથી, પરંતુ શિસ્ત, સંઘભાવના, સાહસ અને સમર્પણના સંસ્કારનું પ્રતિબિંબ છે. આવી સ્પર્ધાઓ યુવા ખેલાડીઓને પોતાની પ્રતિભા દર્શાવવા અને રાજ્ય તથા રાષ્ટ્રીય સ્તરે આગળ વધવા માટે પ્રેરણા આપે છે.

ગુજરાતના યુવાનો રમતગમત ક્ષેત્રે નવી ઊંચાઈઓ સર કરે અને રાજ્યનું ગૌરવ વધારે તે માટે ખેલાડીઓને પ્રોત્સાહન આપવું તથા રમતગમતને પ્રાધાન્ય આપવું એ આપણી સૌની સહિયારી જવાબદારી છે.

તમામ ખેલાડીઓને ઉજ્જવળ પ્રદર્શન અને સફળતા માટે હાર્દિક શુભકામનાઓ!
📲Get App