🔥 ट्रेंडिंग સેવા સંકલ્પ અભિયાન માલપુરના ખાતુપગીના મુવાડા ગામે મધ્ય રા... ગુજરાત દારૂબંધી एबीआईएस 2026: भारत के मीडिया एवं मनोरं... फिल्म क्रू ने किया नॉरफ़ॉक पर शॉट्स: ल... सारासोटा हेराल्ड-ट्रिब्यून ने फ़्लोरिड...
03 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
अपराध

રાજકોટ રેન્જ પોલીસની મોટી કાર્યવાહી: વેણુ નદીમાંથી ગેરકાયદે ખનીજ ચોરી કરતા ૬ ઝડપાયા, રૂ. ૩૫ લાખનો મુદ્દામાલ જપ્ત

✍️ रिपोर्टर: Naqvi Mehendi Hasan 🗓 03 अक्टू. 2026, 02:26 PM 👁 16
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં ગેરકાયદે ખનીજ ચોરી સામે પોલીસ દ્વારા કડક ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. ઉપલેટા તાલુકામાં વેણુ નદીમાંથી ગેરકાયદે ખનીજ ઉત્ખનન કરતા ૬ શખ્સોને રૂ. ૩૫ લાખના મુદ્દામાલ સાથે ઝડપી લેવાયા છે.

રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં કુદરતી સંપત્તિનું ગેરકાયદે ખનન કરતા ખનીજ માફિયાઓ સામે પોલીસ દ્વારા કડક ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. રાજકોટ રેન્જ ડીઆઈજી નિર્લિપ્ત રાયની સૂચના અને માર્ગદર્શન હેઠળ રેન્જ ટીમે ઉપલેટા તાલુકામાં મોટી કાર્યવાહી કરી ગેરકાયદે ખનીજ ચોરીનો પર્દાફાશ કર્યો છે.

ચોક્કસ બાતમીના આધારે, રાજકોટ રેન્જના પીઆઈ અપૂર્વ પટેલના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ મોરી, પીએસઆઈ મીયાત્રા તથા તેમની ટીમે ઉપલેટા તાલુકાના નાગવદર ગામ પાસે ગધેથડ રોડ પર વેણુ નદીના પટમાં મોટા પાયે ચાલી રહેલા ગેરકાયદેસર ખનીજ ઉત્ખનન પર ઓચિંતો દરોડો પાડ્યો હતો. આ દરોડા દરમિયાન, કોઈપણ પ્રકારની સરકારી મંજૂરી કે રોયલ્ટી પાસ વગર ખનીજ ચોરી કરી રહેલા કુલ ૬ શખ્સોને રંગેહાથ ઝડપી લેવામાં આવ્યા હતા.

પોલીસે ઘટનાસ્થળેથી ખનીજ ચોરી તથા પરિવહનમાં ઉપયોગમાં લેવાતા એક JCB મશીન, એક લોડર અને બે ટ્રેક્ટર સહિત કુલ રૂ. ૩૫ લાખની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ઝડપાયેલા તમામ ૬ આરોપીઓ અને સીઝ કરાયેલા વાહનોને આગળની કાયદેસરની કાર્યવાહી માટે ઉપલેટા પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવ્યા છે.

આ ઉપરાંત, ગેરકાયદે ખનન અંગે દંડકીય કાર્યવાહી અને રોયલ્ટી ચોરીની તપાસ અર્થે સમગ્ર મામલો ભૂસ્તર વિજ્ઞાન અને ખાણ-ખનીજ વિભાગ (Mines & Minerals Department)ને સુપરત કરવામાં આવ્યો છે.
📲Get App