🔥 TRENDING टैक्सी चालक ने मालगाड़ी के आगे कूदकर द... मुरादाबाद: रुस्तम नगर सहसपुर में अवैध... जलालपुर में सराय नदी का जलस्तर तेजी से... Silver Prices Updated in Telangana on... Over 200,000 Telangana Voters Sent Not... Odisha Gold Prices for 22 & 24 Carat o...
03 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

વડીયાના બાંટવા દેવળી મુકામે રસ્તાના વિકાસકામોનું ખાતમુહૂર્ત કરતા રાજ્યમંત્રી શ્રી કૌશિકભાઈ વેકરીયા

✍️ Reporter: Sodha Gourangbhai 🗓 03 Oct 2026, 09:36 AM 👁 9
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
વડીયાના બાંટવા દેવળી મુકામે રસ્તાના વિકાસકામોનું ખાતમુહૂર્ત કરતા રાજ્યમંત્રી શ્રી કૌશિકભાઈ વેકરીયા

અમરેલી જિલ્લામાં રોડ-રસ્તા સહિતના વિકાસકાર્યો પ્રતિબદ્ધતા સાથે આગળ ધપી રહ્યા છે
- રાજ્યમંત્રી શ્રી કૌશિકભાઈ વેકરીયા

બાંટવા દેવળીમાં નવા સી.સી. રોડ અને રોડ રિસર્ફેસિંગ વિકાસકામનું ભૂમિપૂજન થવાથી સ્થાનિક વાહનવ્યવહાર વધુ સુગમ બનશે

અમરેલી, ૦૨ ઓક્ટોબર
અમરેલી જિલ્લાના છેવાડાના ગામડાઓ સુધી પાકા રસ્તા અને સુવિધાઓ પહોંચાડવાના સંકલ્પ સાથે રાજ્ય સરકાર અવિરત કાર્યરત છે. આ કડીમાં આજરોજ ગુજરાત રાજ્યના કાયદો અને ઊર્જા રાજ્યમંત્રી શ્રી કૌશિકભાઈ વેકરીયાના હસ્તે વડીયા તાલુકાના બાંટવા દેવળી મુકામે માર્ગના વિકાસકામનું ખાતમુહૂર્ત સંપન્ન થયું હતું. આ પ્રસંગે સ્થાનિક અગ્રણીઓ અને ગ્રામજનોએ રાજ્યમંત્રીશ્રીનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું.

બાંટવા દેવળી ગામ થી બરવાળા બાવીસી સુધીના મુખ્ય માર્ગની કનેક્ટિવિટી વધુ સુદ્રઢ બનાવવા માટે મોટા પાયે આયોજન હાથ ધરવામાં આવ્યું છે. અહીં અંદાજે કુલ રૂ. ૨.૨૫ કરોડની માતબર કરમના ખર્ચે તૈયાર થનારા નવા સી.સી. રોડ અને રોડ રિસર્ફેસિંગના વિકાસકામનું રાજ્યમંત્રીશ્રી દ્વારા ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. આ કામગીરી પૂર્ણ થવાથી સ્થાનિક વાહનવ્યવહાર વધુ સુગમ બનશે અને ચોમાસા દરમિયાન ગ્રામજનોને થતી મુશ્કેલીનું નિવારણ થશે.

રાજ્યમંત્રી શ્રી કૌશિકભાઈ વેકરીયાએ જણાવ્યું હતું કે, અમરેલી જિલ્લામાં વિકાસકાર્યોની ગતિ ક્યારેય અટકી નથી અને અહીં અવિરતપણે લોકાભિમુખ વિકાસકાર્યો શરૂ છે. રોડ-રસ્તાના નેટવર્કને આધુનિક બનાવવાની સાથે-સાથે સરકારી પ્રાથમિક શાળાઓના નવા બિલ્ડિંગોનું નિર્માણ કરીને શિક્ષણના સ્તરને સુધારવામાં આવી રહ્યું છે. વહીવટી તંત્ર જનતાની પાયાની જરૂરિયાતોને પ્રાથમિકતા આપીને કામ કરી રહ્યું છે.

રાજ્યમંત્રીશ્રીએ વધુમાં ઉમેર્યું હતું કે, ખેડૂતોની આર્થિક સમૃદ્ધિ માટે સિંચાઈના પાણીની પૂરતી વ્યવસ્થા ઊભી કરવામાં આવી રહી છે. તેમજ જળસંરક્ષણ અભિયાન અંતર્ગત અમરેલી વિસ્તારમાં તળાવો ઊંડા ઉતારવાની કામગીરી પણ કરવામાં આવી હતી, જેના સકારાત્મક પરિણામો મળી રહ્યા છે, સાથે ભૂગર્ભ જળના સ્તર પણ ઊંચા આવ્યા છે. આમ, દરેક પ્રકારે વિકાસના કાર્યો સંપૂર્ણ પ્રતિબદ્ધતા અને પારદર્શિતા સાથે આગળ ધપી રહ્યા છે.

બાંટવા દેવળી મુકામે રોડના વિકાસકામના ખાતમુહૂર્ત પ્રસંગે તાલુકા પંચાયત હોદ્દેદારો, ગ્રામ પંચાયત સરપંચશ્રી યતિનભાઈ સહિતના સ્થાનિક આગેવાનો, બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
📲Get App