🔥 ट्रेंडिंग શાપુર પોલીસ સ્ટેશનની રેન્ડમ ચેકિંગ દરમ... હારીજમાં નવરાત્રી પહેલા પોલીસની બેઠક ય... बारिश के कारण यात्रियों का बुरा हाल, स... ओडिशा में मानसून वर्षा 29% अधिक, राष्ट... केरल में भारी बारिश, बाढ़ का खतरा गंभी... मौसम: मानसून निकासी शनिवार तक बढ़ी, दक...
03 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
अपराध

સુરતમાં સુમન સહકાર આવાસ યોજનામાં છજ્જુ તૂટતાં રહીશોમાં ભય અને રોષ

✍️ रिपोर्टर: Maheta Dhavalkumar Jitendrabhai 🗓 03 अक्टू. 2026, 07:10 AM 👁 12
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સુરતના મોટા વરાછા વિસ્તારમાં આવેલી સુમન સહકાર આવાસ યોજનામાં માત્ર છ વર્ષમાં જ એક મકાનનું છજ્જુ તૂટી પડતાં રહીશોમાં ભયનો માહોલ સર્જાયો છે. સ્થાનિકોએ શાસક પક્ષ અને કોન્ટ્રાક્ટર પર ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો કર્યા છે.

સુરત મહાનગરપાલિકા અને શાસક પક્ષ દ્વારા નિર્મિત આવાસ યોજનાઓની ગુણવત્તા સામે ફરી એકવાર ગંભીર સવાલો ઊભા થયા છે. સુરતના મોટા વરાછા વિસ્તારમાં નિર્માણ પામેલા ‘સુમન સહકાર’ આવાસ યોજનામાં અચાનક એક મકાનની બારીનું છજ્જુ તૂટીને નીચે પટકાતાં સમગ્ર સંકુલમાં ભયનો માહોલ સર્જાયો હતો. માત્ર છ વર્ષ જેવા ટૂંકા ગાળામાં જ પાકા બાંધકામના દાવા પોકળ સાબિત થતાં સ્થાનિક રહીશોમાં તંત્ર અને કોન્ટ્રાક્ટર સામે ભારે રોષ ફેલાયો છે.

આ ઘટના સંદર્ભે આમ આદમી પાર્ટીના પૂર્વ કોર્પોરેટર વિપુલ સુહાગીયાએ સ્થળની સ્થિતિને લઈને શાસક ભાજપ પર ભ્રષ્ટાચારના સીધા આક્ષેપો કર્યા છે. તેમણે જણાવ્યું હતું કે કરોડો રૂપિયાના ખર્ચે બનેલા સરકારી આવાસોમાં હલકી કક્ષાની સામગ્રી વાપરવામાં આવી હોવાથી માત્ર છ વર્ષમાં જ ઇમારત જર્જરિત બનવા લાગી છે.

અચાનક ભારે ભરખમ સિમેન્ટનું છજ્જુ તૂટી પડતાં નીચે પાર્કિંગ અને ચાલવાના રસ્તે મોટો ધડાકો થયો હતો, જેનાથી આસપાસ રહેતા પરિવારોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. સદનસીબે જે સમયે આ દુર્ઘટના બની ત્યારે નીચેના ભાગમાં કોઈ નાગરિક કે બાળકો ઉપસ્થિત નહોતા, જેથી એક મોટી જાનહાનિ ટળી ગઈ હતી.
📲Get App