🔥 TRENDING સાબરકાંઠા પોલીસની અસામાજિક તત્વો સામે... સાબરકાંઠા પોલીસની અસામાજિક તત્વો સામે... 🏏 रोहित शर्मा शतक से चूके, 92 रन पर आ... Boiler Explosion at Andhra Pradesh Pha... Andhra Pradesh pitches Amaravati as sa... આતંક મચાવનાર કપિરાજ અંતે પાંજરે પુરાયા
03 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

નાના આંકડીયા ખાતે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત સેવા સેતુ કાર્યક્રમ યોજાયો

✍️ Reporter: Sodha Gourangbhai 🗓 03 Oct 2026, 04:32 PM 👁 8
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
નાના આંકડીયા ખાતે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત સેવા સેતુ કાર્યક્રમ યોજાયો

મુખ્યમંત્રીશ્રીના નેજા હેઠળ રાજ્યભરમાં ચાલી રહેલા "સેવા સંકલ્પ અભિયાન" અંતર્ગત અમરેલી જિલ્લાના નાના આંકડીયા પ્રાથમિક શાળા ખાતે સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ ગ્રામીણ વિસ્તારના નાગરિકોને સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ અને સેવાઓનો લાભ એક જ સ્થળે સરળતાથી મળી રહે તે સુનિશ્ચિત કરવાનો હતો. આ અંતર્ગત ગ્રામજનોને આવકના દાખલા, જાતિના દાખલા, આધારકાર્ડ સુધારણા, રેશનકાર્ડ, આયુષ્માન કાર્ડ, વિધવા સહાય, વૃદ્ધ પેન્શન યોજના સહિતની વિવિધ સરકારી સેવાઓ અંગે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને સ્થળ પર જ અરજીઓ સ્વીકારીને સહાય પૂરી પાડવામાં આવી હતી.

આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા અને સરકારની યોજનાઓનો લાભ મેળવ્યો હતો. સંબંધિત વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા ગ્રામજનોના પ્રશ્નોનું નિવારણ લાવવામાં આવ્યું હતું.
📲Get App