🔥 TRENDING Pargat Singh Elected Punjab Congress S... Haryana BJP MLAs to Meet PM Modi in De... Morigaon Trains Election Counters Ahea... Silchar, Assam Holds First Municipal C... Kaziranga National Park Reopens for 20... Jharkhand: 8 Arrested After Rs 52 Lakh...
03 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

ડુંગર ગામે ગાંધી જયંતિ નિમિત્તે ગ્રામસભા યોજાઈ

✍️ Reporter: yogeshkumar v kanabar 🗓 03 Oct 2026, 01:32 PM 👁 14
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

અનેક લોકો રહ્યા હાજર

હેડિંગ:

ડુંગર ગામે ગાંધી જયંતિ નિમિત્તે ગ્રામસભા યોજાઈ

ટાઈટલ:

સ્વચ્છતા, સ્ટ્રીટ લાઈટ, નર્મદાના પાણી સહિતના પ્રશ્નો અંગે ગ્રામજનોની રજૂઆત

ડુંગર, તા. 2 ઓક્ટોબર 2026:
રાજુલા તાલુકાના ડુંગર ગામે બીજી ઓક્ટોબર ગાંધી જયંતિ નિમિત્તે ડુંગર ગ્રામ પંચાયત દ્વારા ગ્રામ પંચાયત કચેરી ખાતે ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. ગ્રામસભામાં સરપંચ, ઉપસરપંચ સહિત પંચાયત બોડીના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

આ ગ્રામસભામાં ડુંગર પી.એચ.સી.નો સ્ટાફ, શિક્ષકગણ, રેશન ડીલર, વેપારીઓ, આંગણવાડી બહેનો, આશા વર્કર બહેનો, ડુંગર પોલીસ સ્ટાફ, ગ્રામજનો તેમજ પત્રકાર મિત્રો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

ગ્રામસભા દરમિયાન ગ્રામજનો દ્વારા ગામના વિવિધ વિસ્તારોના પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા. જેમાં દરેક વોર્ડ અને શેરી વિસ્તારમાં નિયમિત સાફ-સફાઈ કરાવવી, બંધ પડેલી સ્ટ્રીટ લાઈટનું રીનોવેશન કરી તેને કાર્યરત કરવી તેમજ ગામના તમામ વિસ્તારોમાં નર્મદાનું ચોખ્ખું અને પૂરતા પ્રમાણમાં પાણી મળી રહે તે માટે પાણીની લાઈન તથા વાલ્વનું પરીક્ષણ કરવા સહિતની રજૂઆતો કરવામાં આવી હતી.

આ ઉપરાંત ગામના વિવિધ વોર્ડમાં સમયસર સફાઈ કરાવવી અને ગ્રામજનોને મૂંઝવતા અન્ય પ્રશ્નોનો નિકાલ લાવવા અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. ગ્રામ પંચાયતના તમામ સભ્યોએ ગ્રામજનોના પ્રશ્નોનું નિરાકરણ લાવવા તેમજ નવી યોજનાઓનો લાભ ગામના લોકોને મળે અને ડુંગર ગામનો સર્વાંગી વિકાસ થાય તે દિશામાં કામગીરી કરવા અંગે ચર્ચા કરી હતી.

ગાંધી જયંતિના અવસરે યોજાયેલી આ ગ્રામસભામાં સ્વચ્છતા, પાણી, સ્ટ્રીટ લાઈટ અને ગામના વિકાસના વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરી ગ્રામજનોના પ્રશ્નોના ઉકેલ માટે સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો હતો.
📲Get App