Local
ગિરનાર લીલી પરિક્રમા: કલેક્ટરની અધ્યક્ષતામાં પૂર્વ તૈયારીઓની સમીક્ષા બેઠક યોજાઈ
જૂનાગઢ જિલ્લા કલેક્ટર શ્રી યોગેશ ચૌધરીએ ગિરનાર લીલી પરિક્રમાની પૂર્વ તૈયારીઓની સમીક્ષા કરી. તેમણે પીવાનું પાણી, રસ્તા, લાઇટિંગ, આરોગ્ય-સ્વચ્છતા સહિતની વ્યવસ્થાઓ સમયસર પૂર્ણ કરવા અધિકારીઓને સૂચના આપી.
જૂનાગઢ: આધ્યાત્મિક દૃષ્ટિએ વિશેષ મહત્વ ધરાવતી પરંપરાગત ગિરનાર લીલી પરિક્રમાની પૂર્વ તૈયારીઓના ભાગરૂપે જિલ્લા કલેક્ટર શ્રી યોગેશ ચૌધરીના અધ્યક્ષસ્થાને સંલગ્ન વિભાગના અધિકારીઓ સાથે એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. કારતક સુદ અગિયારસથી શરૂ થનારી આ પરિક્રમામાં લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડતા હોવાથી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આગોતરું આયોજન શરૂ કરવામાં આવ્યું છે. કલેક્ટરશ્રીએ ભાવિકોને પીવાનું પાણી, આરોગ્ય, સ્વચ્છતા, વીજળી, પરિવહન અને પાર્કિંગ સહિતની પ્રાથમિક સુવિધાઓ સુચારુ રીતે મળી રહે તે માટે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.
આ વર્ષે વરસાદની અછતને ધ્યાનમાં રાખીને પરિક્રમા રૂટ પર પીવાના પાણીની વધારાની વ્યવસ્થા કરવા કલેક્ટરશ્રીએ ખાસ સૂચના આપી હતી. વન વિભાગ સાથે સંકલન કરીને પાણી પુરવઠા, માર્ગ-મકાન, વીજળી અને પોલીસ સહિતના વિભાગોના અધિકારીઓને રૂટની સ્થળ મુલાકાત લઈ જરૂરી આયોજન કરવા જણાવાયું હતું. પરિક્રમા રૂટ સાથે જોડાતા મહાનગરપાલિકા, પંચાયત, સ્ટેટ અને માર્ગ-મકાન વિભાગના રસ્તાઓના મરામત તથા રિસર્ફેસિંગની કામગીરી સમયમર્યાદામાં પૂર્ણ કરવા પણ સૂચના આપવામાં આવી હતી.
પરિક્રમા દરમિયાન વન્ય પ્રાણીઓ સાથે માનવ સંઘર્ષ ન થાય તે માટે જરૂરી જનજાગૃતિ સાથે પર્યાપ્ત લાઇટિંગની વ્યવસ્થા કરવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. ગિરનાર પ્લાસ્ટિક પ્રતિબંધિત વિસ્તાર હોવાથી પરિક્રમા દરમિયાન પ્લાસ્ટિકનો ઉપયોગ અને કચરો ન થાય તે માટે પણ જરૂરી આયોજન અંગે ચર્ચા કરવામાં આવી હતી. બેઠકમાં ભાવિકોની સુવિધાને કેન્દ્રમાં રાખીને એસ.ટી. અને રેલવે પરિવહન, પાર્કિંગ, આરોગ્ય, સ્વચ્છતા, પીવાનું પાણી અને વીજળી સહિતની વિવિધ વ્યવસ્થાઓ અંગે વિસ્તૃત વિચારવિમર્શ કરવામાં આવ્યો હતો.
આ બેઠકમાં જિલ્લા પોલીસ વડા શ્રી સુબોધ ઓડેદરા, નાયબ વન સંરક્ષક શ્રી અક્ષય જોશી, નિવાસી અધિક કલેક્ટર શ્રી બી.એસ. બારડ, આસિસ્ટન્ટ કલેક્ટર સુશ્રી વૃષાલી કાંબલે, મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર શ્રી કે.સી. વાઘેલા સહિત સંલગ્ન વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.