🔥 TRENDING श्रीगंगानगर के सीमावर्ती गांवों में 35... Fans Praise Intensity of Pakistan-Indi... 32 દેશોના નિરીક્ષકોએ ગુજરાતની મુલાકાત... अलीगंज हनुमान मंदिर में महाप्रसाद वितर... Kumkum Mohod Sets Sights on Olympic Ar... Ekta Kapoor’s Early 2000s Dramas Redef...
03 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

ભુજમાં સમાજ કલ્યાણ નિરીક્ષકો લાંચ લેતા રંગેહાથ ઝડપાયા..

✍️ Reporter: Shahbuddin A Shiroya 🗓 03 Oct 2026, 07:20 PM 👁 14
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ભુજ એસીબીએ પંડિત દિન દયાળ ઉપાધ્યાય આવાસ યોજનાની સહાયના હપ્તા જમા કરાવવાના બદલામાં ૪૦૦૦ રૂપિયાની લાંચ માંગતા બે સમાજ કલ્યાણ નિરીક્ષકોને ટ્રેપ કર્યા..

ભુજ એસીબી (એન્ટી કરપ્શન બ્યુરો) દ્વારા સમાજ કલ્યાણ અધિકારીની કચેરી, ભુજ-કચ્છ ખાતે ફરજ બજાવતા બે કરાર આધારિત સમાજ કલ્યાણ નિરીક્ષકોને લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યા છે. આ બંને આરોપીઓ, આસિફ મુસ્તાફા કુરેશી (ઉ.વ. ૨૮) અને કાનજી અરવિંદભાઈ ભટ્ટી (ઉ.વ. ૩૨), ફરિયાદી પાસેથી પંડિત દિન દયાળ ઉપાધ્યાય આવાસ યોજના હેઠળ મંજૂર થયેલ મકાન માટે મળતી સહાયના હપ્તા જમા કરાવી આપવાના બદલામાં ૪૦૦૦ રૂપિયાની લાંચ માંગી રહ્યા હતા.ફરિયાદી જે એક જાગૃત નાગરિક છે,તેણે લાંચની આ ગેરકાયદેસર માંગણી સામે ભુજ એસીબીનો સંપર્ક કર્યો હતો.ફરિયાદીની ફરિયાદના આધારે એસીબીએ છટકું ગોઠવ્યું હતું. આરોપીઓએ ફરિયાદી પાસેથી ૪૦૦૦ રૂપિયાની લાંચ સ્વીકારી હતી, જે દરમિયાન એસીબીની ટીમે તેમને સ્થળ પર જ પકડી પાડ્યા હતા. આ ટ્રેપનું સ્થળ ભુજ-કચ્છનું બહુમાળી ભવન હતું..

એસીબી દ્વારા આરોપીઓ પાસેથી લાંચની સંપૂર્ણ રકમ ૪૦૦૦ રૂપિયા વસૂલ કરવામાં આવી છે.આ સમગ્ર કાર્યવાહી ટ્રેપીંગ અધિકારી શ્રી જે.જે.ચૌધરી, પોલીસ ઇન્સપેક્ટર, ભૂજ એ.સી.બી. પોલીસ સ્ટેશન . અને તેમના સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી. આ ઘટનાએ સરકારી કચેરીઓમાં ભ્રષ્ટાચાર સામે એસીબીની સતર્કતા દર્શાવી છે.
📲Get App