🔥 TRENDING Gandhi Jayanti Marked with Ceremonies... Maharashtra tops second water bodies c... Over 500 Hospital PMAMs in Jammu & Kas... Uri National Highway in J&K Closed on... નાણામંત્રી નિર્મલા સીતારમણે નવી દિલ્હી... સામાન્ય વિદ્યાર્થીઓ માટે પ્રેરણા રૂપ બ...
03 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

હિંમતનગર: કોંગ્રેસ દ્વારા પાર્કિંગ અને ટ્રાફિક વ્યવસ્થા અંગે કલેક્ટરને આવેદનપત્ર..

✍️ Reporter: Shahbuddin A Shiroya 🗓 03 Oct 2026, 07:08 PM 👁 21
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

હિંમતનગર શહેર કોંગ્રેસ સમિતિએ શહેરની પાર્કિંગ, ટોઇંગ કાર્યવાહી, ટ્રાફિક સાઇનેજ અને સિગ્નલ જેવી સમસ્યાઓ અંગે કલેક્ટર અને પોલીસ અધિક્ષકને આવેદનપત્ર સુપરત કર્યું છે..

સાબરકાંઠાના-:
હિંમતનગર શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા સાબરકાંઠા જિલ્લા કલેક્ટર અને પોલીસ અધિક્ષકને એક આવેદનપત્ર સુપરત કરવામાં આવ્યું છે. આ આવેદનપત્રમાં હિંમતનગર શહેરની પાર્કિંગ વ્યવસ્થા, ટોઇંગ કાર્યવાહી, ટ્રાફિક સાઇનેજ, રોડ માર્કિંગ અને ટ્રાફિક સિગ્નલ જેવી અનેક સમસ્યાઓ અંગે રજૂઆત કરવામાં આવી છે. કોંગ્રેસ સમિતિએ જણાવ્યું છે કે કાયદાનો અમલ થવો જોઈએ અને રસ્તાઓ ટ્રાફિક માટે ખુલ્લા રહેવા જોઈએ, પરંતુ કાયદાના અમલ સાથે જરૂરી વ્યવસ્થા ઊભી કરવાની જવાબદારી પણ તંત્રની છે..

આવેદનમાં જણાવાયું છે કે હાલમાં પાર્કિંગની પૂરતી અને વ્યવસ્થિત સુવિધા ઉપલબ્ધ ન હોવા છતાં ટોઇંગ અને દંડની કાર્યવાહી થવાથી સામાન્ય નાગરિકો તથા બહારગામથી ખરીદી માટે આવતા લોકોને મુશ્કેલી પડી રહી છે. નગરપાલિકા દ્વારા દર્શાવવામાં આવેલી પાર્કિંગ જગ્યાઓમાંથી દબાણો દૂર કરી તેનો વાસ્તવિક ઉપયોગ થાય, તહેવારોની સિઝનમાં પાર્કિંગ જગ્યાઓ વહીવટી ચાર્જ લઈ ભાડે આપવામાં ન આવે, ટૂ-વ્હીલર, ફોર-વ્હીલર અને No Parking માટે સ્પષ્ટ સાઇનબોર્ડ લગાવવા, રોડ પર સફેદ/પીળી લાઇન તથા યોગ્ય રોડ માર્કિંગ કરવું, બંધ પડેલા ટ્રાફિક સિગ્નલોને કાર્યરત કરવા, કોમર્શિયલ કોમ્પ્લેક્સોમાં પાર્કિંગની વ્યવસ્થા અને GDCR મુજબની જોગવાઈઓની ચકાસણી કરવી, સ્ટ્રીટ વેન્ડર્સ માટે યોગ્ય વેન્ડિંગ ઝોનની વ્યવસ્થા કરવી અને નાગરિકોને પૂરતી પાર્કિંગ વ્યવસ્થા અને સ્પષ્ટ માર્ગદર્શન આપ્યા બાદ જ દંડાત્મક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે.આવેદનમાં રજૂઆત મુજબ અત્યાર સુધી 403 વાહનો સામે કાર્યવાહી કરી ₹2,01,500નો દંડ વસૂલવામાં આવ્યો છે,જેમાં 221 ટૂ-વ્હીલર અને 182 ફોર-વ્હીલરનો સમાવેશ થાય છે. કોંગ્રેસ સમિતિએ શહેરની પાર્કિંગ અને ટ્રાફિક વ્યવસ્થા અંગે કલેક્ટર પોલીસ અધિક્ષક અને નગરપાલિકાના ચીફ ઓફિસરની સંયુક્ત બેઠક યોજી વ્યવહારુ ઉકેલ લાવવા પણ રજૂઆત કરી છે. સંબંધિત અધિકારીઓ તરફથી આ મુદ્દાઓ અંગે બેઠક યોજી જરૂરી કાર્યવાહી માટે માર્ગદર્શન આપવાની ખાતરી આપવામાં આવી હોવાનું કોંગ્રેસ સમિતિએ જણાવ્યું છે.
📲Get App