🔥 TRENDING Bijali katauti se graminon mein aakros... टैक्सी चालक ने मालगाड़ी के आगे कूदकर द... मुरादाबाद: रुस्तम नगर सहसपुर में अवैध... जलालपुर में सराय नदी का जलस्तर तेजी से... Silver Prices Updated in Telangana on... Over 200,000 Telangana Voters Sent Not...
03 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

અમરેલી જિલ્લા સેવા સદન અને રાજમહેલ કંપાઉન્ડ ખાતે જિલ્લા મહેસૂલ તંત્ર દ્વારા સઘન ‘સ્વચ્છતા’ ઝુંબેશ યોજાઈ

✍️ Reporter: Sodha Gourangbhai 🗓 03 Oct 2026, 09:25 AM 👁 8
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
અમરેલી જિલ્લા સેવા સદન અને રાજમહેલ કંપાઉન્ડ ખાતે જિલ્લા મહેસૂલ તંત્ર દ્વારા સઘન ‘સ્વચ્છતા’ ઝુંબેશ યોજાઈ

જિલ્લા કલેક્ટર શ્રી વિકલ્પ ભારદ્વાજે જિલ્લા સેવા સદન પરિસરમાં વૃક્ષારોપણ કરી પર્યાવરણ સંરક્ષણનો અનેરો સંદેશ પ્રસરાવ્યો

પૂ.મહાત્મા ગાંધી જયંતિ નિમિત્તે અમરેલી જિલ્લા મહેસૂલ તંત્રના અધિકારીશ્રીઓ,કર્મયોગીઓએ ‘સ્વચ્છતા’ અભિયાનમાં સહભાગી બનીને શ્રમદાન કર્યું

અમરેલી, ૦૨ ઓક્ટોબર
રાષ્ટ્રપિતા પૂ. મહાત્મા ગાંધીજીની જન્મજયંતિ નિમિત્તે દેશવ્યાપી ‘સ્વચ્છતા’ અભિયાન અંતર્ગત અમરેલી જિલ્લા સેવા સદન (કલેક્ટર કચેરી) અને ઐતિહાસિક રાજમહેલ કંપાઉન્ડ ખાતે જિલ્લા મહેસૂલ તંત્રના અધિકારીશ્રીઓ અને કર્મચારીશ્રીઓ દ્વારા સ્વચ્છતા ઝુંબેશનું આયોજન કરવામાં આવ્યું હતું. 'સ્વચ્છતા ત્યાં પ્રભુતા'ના મંત્રને સાર્થક કરવા માટે મહેસૂલ પરિવારના સભ્યોએ ઉત્સાહભેર શ્રમદાન કરીને સરકારી કચેરી સહિતના પરિસરમાં સ્વચ્છતાલક્ષી પ્રવૃત્તિમાં સહભાગી બન્યા હતા.

આ ઝુંબેશ અંતર્ગત જિલ્લા કલેક્ટર કચેરી કંપાઉન્ડ તેમજ રાજમહેલ કંપાઉન્ડના વિવિધ કચેરીઓ, જાહેર માર્ગો અને ખુલ્લી જગ્યાઓ પર સઘન સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી હતી. અધિકારીશ્રીઓ અને કર્મચારીશ્રીઓએ સ્વયંભૂ જોડાઈને કચરાનો નિકાલ કર્યો હતો અને પ્લાસ્ટિક મુક્ત પરિસર બનાવવાનો સંકલ્પ લીધો હતો. આ તકે મહેસૂલ તંત્ર દ્વારા કચેરીઓમાં આવતા અરજદારો અને સામાન્ય નાગરિકોમાં પણ સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ આવે તે માટે વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો.

સ્વચ્છતા પ્રવૃત્તિઓની સાથે સાથે પર્યાવરણની જાળવણીના ઉમદા હેતુથી પરિસરમાં વૃક્ષારોપણ કાર્યક્રમ પણ યોજાયો હતો. અમરેલી જિલ્લા કલેક્ટર શ્રી વિકલ્પ ભારદ્વાજે કલેક્ટર કચેરી કંપાઉન્ડ ખાતે વૃક્ષારોપણ કરીને પ્રકૃતિ વંદના કરી હતી અને પર્યાવરણ સંરક્ષણનો અનેરો સંદેશ પ્રસરાવ્યો હતો. સ્વચ્છતા અને પર્યાવરણ એકબીજાના પૂરક છે; માત્ર સફાઈ પૂરતી નથી, પરંતુ આપણી આસપાસ હરિયાળી વધારવી એ પણ ગ્લોબલ વોર્મિંગના આ યુગમાં સમયની તાતી જરૂરિયાત છે.

આ પ્રેરણાદાયી કાર્યક્રમમાં જિલ્લા મહેસૂલ તંત્રના સુપર ન્યુમરરી આસિસ્ટન્ટ કલેક્ટર શ્રી હર્ષિતા ગોયલ, નિવાસી અધિક કલેકટર શ્રી એ.એ.ડોડિયા સહિતના ઉચ્ચ અધિકારીશ્રીઓ, નાયબ કલેક્ટરશ્રીઓ, મામલતદારશ્રીઓ, તેમજ મોટી સંખ્યામાં મહેસૂલી કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમના અંતે કલેક્ટર કચેરી પરિસરને સ્વચ્છ, સુંદર અને હરિયાળું રાખવા સામૂહિક સંકલ્પ લેવામાં આવ્યો હતો.
📲Get App