🔥 TRENDING बदमाश होने की लुटपत रात्रि के समय बलिया: जिलाधिकारी ने 251 दिव्यांगजनों... પાલનપુર પોલીસ હેડક્વાર્ટર ખાતે નવરાત્ર... India Highlights Justice Reforms and L... IIT-B Student Dies by Suicide; Profess... Narco Kingpin Navpreet Singh Extradite...
03 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

રાજકોટ: ભક્તિનગર સર્કલ પાસે ધોળા દિવસે વિમલ વાણીયાની સરાજાહેરમાં હત્યા

✍️ Reporter: Sagar Bhanderi 🗓 03 Oct 2026, 11:55 AM 👁 14
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

રાજકોટના ભક્તિનગર સર્કલ નજીક કોલેજીયન પાન પાસે અજાણ્યા શખ્સોએ વિમલ વાણીયા નામના વ્યક્તિ પર સરાજાહેરમાં છરી વડે હુમલો કરી હત્યા નિપજાવી હતી. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે.

રાજકોટ શહેરમાં ગુનાખોરીનો ગ્રાફ સતત વધી રહ્યો છે. શહેરના ભક્તિનગર સર્કલ નજીક કોલેજીયન પાન પાસે આજે ધોળા દિવસે એક યુવકની જાહેરમાં છરીના ઘા મારી હત્યા કરવામાં આવી છે. મૃતકનું નામ વિમલ વાણીયા હોવાનું પ્રાથમિક રીતે જાણવા મળ્યું છે.

પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, અજાણ્યા શખ્સોએ વિમલ વાણીયા પર અચાનક હુમલો કર્યો હતો અને છરી વડે અનેક ઘા માર્યા હતા. લોહીલુહાણ હાલતમાં વિમલ વાણીયાને સારવાર માટે ખસેડવામાં આવે તે પહેલાં જ તેનું મોત નીપજ્યું હતું. આ ઘટના બાદ હુમલાખોરો ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા હતા.

આ ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને તપાસ હાથ ધરી હતી. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે હુમલાખોરોને ઝડપી પાડવા માટે નાકાબંધી કરી શોધખોળ શરૂ કરી છે. આ હત્યા પાછળનું કારણ હજુ સ્પષ્ટ થયું નથી.
📲Get App