🔥 TRENDING Canteen मुरबाड तालुक्यात पीक पाहणीला जोरदार सु... અગોલ ગામે ગાંધી જયંતી નિમિત્તે ગ્રામસભ... Shillong Teer Result for October 3, 20... The Tribune releases article titled “G... Sai Pallavi’s Recent Choices Questione...
03 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

માનગઢધામ ખાતે “સેવા કે રંગ, રાષ્ટ્ર કે સંગ

✍️ Reporter: Atul Thakor 🗓 03 Oct 2026, 10:58 AM 👁 8
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
🇮🇳 સેવા કે રંગ, રાષ્ટ્ર કે સંગ 🇮🇳
🎨 રંગોળી રાષ્ટ્ર | માનગઢધામ

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મજયંતી નિમિત્તે સંતરામપુર તાલુકાના ઐતિહાસિક માનગઢધામ ખાતે “સેવા કે રંગ, રાષ્ટ્ર કે સંગ” અંતર્ગત આયોજિત રંગોળી રાષ્ટ્ર કાર્યક્રમમાં કુબેર ડિંડોર ઉપસ્થિત રહ્યા.

આ પ્રસંગે મહાત્મા ગાંધીજીની પ્રતિમાને સૂતરની આંટી પહેરાવી ભાવપૂર્વક નમન કરવામાં આવ્યું. તેમજ વિવિધ રંગોળીઓ દ્વારા રાષ્ટ્રપ્રેમ, સેવા, સ્વચ્છતા, એકતા અને દેશભક્તિનો સંદેશ આપવામાં આવ્યો. સાથે જ છેલ્લા 25 વર્ષની ગુજરાતની વિકાસયાત્રા અને જનસેવાના વિવિધ આયામોને રંગોળીના માધ્યમથી સુંદર રીતે રજૂ કરવામાં આવ્યા.

આ પ્રસંગે મહીસાગર જિલ્લા સંગઠન મંત્રી શ્રી સંદીપભાઈ ભોઈ, સંતરામપુર નગર પ્રમુખ શ્રી નીતિનભાઈ રાણા, સંતરામપુર નગરપાલિકા પ્રમુખ શ્રીમતી નિશાબેન મોદી, સંતરામપુર તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી રજનીતાબેન તાવિયાડ, પૂર્વ તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી.હરીશભાઈ વાળવાઈ.નગરપાલિકાના કોર્પોરેટરશ્રીઓ તેમજ પાર્ટીના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા.
📲Get App