🔥 TRENDING Devendra Fadnavis Launches ‘Invest Mah... Maharashtra FDA Seizes Rs 2.69 Crore o... Maharashtra’s New Food & Drug Chief Or... RBI Governor warns that current financ... YouTube releases Uttar Pradesh top-10... ग्राम पंचायत सलैया में 10 साल से अधूरी...
04 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

શ્રીમતી એચ.બી .સંઘવી મહિલા આર્ટસ તથા કોમર્સ કોલેજ ના સ્વયંસેવકો ની બ્લ્ડ ડોનેશન કેમ્પ માં યોગદાન તથા ગાંધી જયંતિ નિમિત્તે

✍️ Reporter: Anil Vaghela 🗓 03 Oct 2026, 11:22 PM 👁 15
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
શ્રીમતી એચ.બી .સંઘવી મહિલા આર્ટસ તથા કોમર્સ કોલેજ ના સ્વયંસેવકો ની બ્લ્ડ ડોનેશન કેમ્પ માં યોગદાન તથા ગાંધી જયંતિ નિમિત્તે આયોજિત વક્તૃત્વ સ્પર્ધા માં વિશિષ્ટ પ્રવૃતિ....
રાજુલા એજ્યુકેશનલ ટ્રસ્ટ સંચાલિત તથા સૌરાષ્ટ્ર યુનિવર્સિટિ સંલગ્ન શ્રીમતી એચ. બી. સંઘવી મહિલા આર્ટ્સ તથા કોમર્સ કોલેજ ના યુનિટ એક તથા બે ના તમામ સ્વયંસેવક બહેનો દ્વારા મહાત્મા ગાંધી આરોગ્ય મંદિર, રાજુલા તથા ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ, સ્ટેશન ,પીપાવાવ ના સંયુક્ત ઉપક્રમે આયોજિત બ્લડ ડોનેશન કેમ્પમાં સેવા સહયોગ આપેલ. મહાત્મા ગાંધી આરોગ્ય મંદિર ના સુપ્રિટેન્ડન ડો. કમલેશભાઈ જોશી દ્વારા એન.એસ.એસ પ્રોગ્રામ ઓફિસર પ્રા. જાગૃતીબેન તેરૈયા તથા સ્વયંસેવિકા બહેનોને આવકારેલ.આ સાથે બહેનો ને જીવન માટે બ્લડ ની જરૂરિયાત અંગે માર્ગદર્શન આપેલ. આ સાથે બ્લડ ડોનેશન કેમ્પમાં તમામ સ્વયંસેવિકા બહેનોએ સેવાનું હેતુ સાર્થક કરેલ . રક્તદાન એ મહાદાન છે. રક્તદાનથી આપણે માણસની જિંદગીને બચાવી શકીએ છીએ. તમામ બહેનોએ રક્તદાતાઓની તથા અન્ય જરૂરી સેવાઓ માં સહયોગી બનેલ. આ સેવાકીય હેતુ સાર્થક થાય તેવા આ કાર્યક્રમને કોલેજ ના બહેનોમાં સેવા ધર્મ ને સક્રિય રાખી તેને જાળવવાનો હેતુ સાર્થક થાય તે માટે આયોજન કરેલ.
મહાત્મા ગાંધી મંદિર ખાતે બીજી ઓક્ટોબર મહાત્મા ગાંધીના તથા રાષ્ટ્ર ઘડવૈયા લાલ બહાદુર શાસ્ત્રીજી ના જન્મદિન નિમિત્તે આયોજિત વકૃત્વ સ્પર્ધા ના કાર્યક્રમમાં કોલેજના બહેનોએ સુંદર વક્તવ્ય રજૂ કરેલ જેમાં જગડા જાનવીબેન કેતન કુમાર મહાત્મા ગાંધીના તથા પટાટ સોનલબેન દેવદાસભાઈ વિષય સંદર્ભે સુંદર રજૂઆત કરેલ. મારુ જીવન એ જ મારો સંદેશ તથા હતા. સતત રાષ્ટ્રીય સેવા મારો ધર્મ વિષય પર આગવી છટામા સુંદર વક્તવ્ય આપેલ. તમામ પ્રવૃત્તિમાં સફળ વિદ્યાર્થીની બહેનો ને કોલેજ કેમ્પસ મેનેજર શ્રી રવિભાઈ વ્યાસ તથા સેક્રેટરી થ્રી બાલકૃષ્ણ ભાઈ ત્રિવેદી કેમ્પસ ડાયરેક્ટર ડો. જીગ્નેશ ભાઈ આર. વાજા દ્વારા અભિનંદન પાઠવેલ. કોલેજ પ્રિન્સિપાલ ડો રીટાબેન રાવલ દ્વારા માર્ગદર્શન પૂરું પાડવામાં આવેલ. પ્રોગ્રામ ઓફિસર પ્રા. ભગવતીબેન વડીયા તથા તમામ પ્રાધ્યાપકોએ સહયોગ આપેલ અને ઉતરોતર પ્રવૃતિને શુભેચ્છાઓ પાઠવેલ. આ તકે જાણીતા સાહિત્યકાર શ્રી શશીભાઈ રાજ્યગુરુ કવિ શ્રી હે માળવી સાહેબે અભિનંદન પાઠવેલ. જાયન્ટ સંસ્થા તથા રાજુલા સેવામંડળ નો આ તકે આભાર માનવામાં આવ્યો હતો. બંને સંસ્થા દ્વારા બહેનો ને પ્રોત્સાહિત તથા અભિનંદન પાઠવેલ. આ તકે કોલેજ પરિવાર દ્વારા સંયુક્ત સંસ્થાનો આભાર વ્યક્ત કરવામાં આવેલ.
📲Get App