🔥 TRENDING Nikhil Kumaraswamy Promises Solutions... Tripura MLA Pinaki Das Choudhury urges... ARPS Agartala students shine at nation... Philanthropy Club inaugurates new buil... BJP MP Ramveer Singh Bhaduri apologise... Rahul Gandhi Declares MPSC Protest a S...
03 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

મોડાસામાં-: કાઝીના ખેતરમાંથી ૨.૪૦ લાખનો ઘોડો ચોરી કરનાર પિતા-પુત્રની જોડી ઝડપાઈ..

✍️ Reporter: Shahbuddin A Shiroya 🗓 03 Oct 2026, 09:34 PM 👁 13
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

મોડાસા ટાઉન પોલીસે બાતમીના આધારે ગણતરીના કલાકોમાં બે ઘોડા ચોરી કરનાર પિતા-પુત્રની ધરપકડ કરી છે. ચોરાયેલા બંને ઘોડાઓ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે..

અરવલ્લીમાં-:
ચોરીના ગુનાઓ પર અંકુશ લાવવા અને ગુનાઓનો ભેદ ઉકેલવા માટે પોલીસ અધિક્ષક દ્વારા આપવામાં આવેલ સૂચનાઓના પગલે મોડાસા ટાઉન પોલીસ સક્રિય બની છે. આ દરમિયાન, મોડાસા માજુમ જળ પાસે આવેલા કાઝીના ખેતરમાંથી બે ઘોડા ચોરી થયાની ફરિયાદ નોંધાતા પોલીસ દોડતી થઈ હતી.ફરિયાદીની ફરિયાદ મુજબ તારીખ-૨૯/૦૯/૨૦૨૬ ના રોજ સવારે ૮:૩૦ થી બપોરે ૨:૦૦ વાગ્યાની વચ્ચે,માજુમ જળ પાસે પહાડપુર રોડ પર કાઝીના ખેતરમાં બાંધેલા સફેદ રંગના ઘોડા (કિંમત રૂ. ૨,૪૦,૦૦૦/-) અને લાલ-સફેદ પટ્ટાવાળા ઘોડા (કિંમત રૂ. ૧,૭૦,૦૦૦/-), એમ કુલ રૂ. ૪,૧૦,૦૦૦/- ની કિંમતના બે ઘોડાઓની અજાણ્યા ચોર ઈસમો દ્વારા ચોરી કરવામાં આવી હતી. આ ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી..

પોલીસે બનાવ સ્થળની મુલાકાત લીધી અને આસપાસના સીસીટીવી ફૂટેજ તપાસ્યા હતા.જેમાં એક શંકાસ્પદ પીકઅપ ગાડી (નંબર GJ.31.T.4119) જોવા મળી હતી.આ વાહન નંબરની તપાસ કરતાં પોલીસ આરોપી દલપતભાઈ ડાહ્યાભાઈ પરમાર (રહે. અહમતપુરા,તા.સાઠંબા,જી.અરવલ્લી) ના ઘરે પહોંચી હતી. જ્યાં પૂછપરછ કરતાં તેણે અને તેના પુત્ર મુકેશભાઈ દલપતભાઈ પરમાર (રહે.અહમતપુરા,તા.સાઠંબા,જી.અરવલ્લી) એ કબૂલ્યું હતું કે તેઓએ ફરિયાદીના પૈસા બાકી હોવાથી તેમના જાણ બહાર આ બંને ઘોડાઓની ચોરી કરી હતી.પોલીસે આરોપીઓના ઘરેથી સફેદ રંગનો એક ઘોડો અને લાલ-સફેદ પટ્ટાવાળો બીજો ઘોડો,એમ કુલ રૂ. ૪,૧૦,૦૦૦/- ની કિંમતના બંને ઘોડાઓ કબ્જે કર્યા હતા. પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનમાં ગુના નંબર-૧૧૧૮૮૦૦૯૨૬૦૯૧૭/૨૦૨૬ હેઠળ ભારતીય ન્યાય સંહીતા-૨૦૨૩ ની કલમ-૩૦૩(૨) મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ પ્રશસનીય કામગીરી કરનાર અધિકારી અને કર્મચારીઓ જેમાં આર.ડી.ચૌધરી પોલીસ ઇન્સપેક્ટર મોડાસા ટાઉન પોલીસ સ્ટેશન,એસ.એસ.મલેક પોલીસ સબ ઇન્સપેક્ટર મોડાસા ટાઉન પોલિસ સ્ટેશન,આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર ભરતસિંહ માનસિંહ મોડાસા ટાઉન પોલીસ સ્ટેશન,આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ સતિશકુમાર દીપસિંહ મોડાસા ટાઉન પોલીસ સ્ટેશન,આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ રણવીરસિંહ રણજીતસિંહ મોડાસા ટાઉન પોલીસ સ્ટેશન,આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ જયદીપસિંહ પ્રવિણસિંહ મોડાસા ટાઉન પોલીસ સ્ટેશન.
📲Get App