स्थानीय
વંદે ભારત એક્સપ્રેસ હવે સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના મુસાફરો માટે: ૪ ઓક્ટોબરથી નિયમિત સેવા શરૂ
દક્ષિણ ગુજરાતના સુરતથી રાજસ્થાનના ઉદયપુર વચ્ચે દોડનારી વંદે ભારત ટ્રેન હવે હિંમતનગર અને શામળાજી રોડ સ્ટેશન પર પણ અટકશે. ૪ ઓક્ટોબરથી નિયમિત સેવા શરૂ થતાં સ્થાનિક મુસાફરોને મોટી સુવિધા મળશે.
ભારતમાં સ્વદેશી ટેકનોલોજીથી બનેલી અને આધુનિક સુવિધાઓથી સજ્જ 'વંદે ભારત એક્સપ્રેસ' ટ્રેનમાં મુસાફરી કરવાનો અનુભવ હવે સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના મુસાફરો માટે પણ સુલભ બનશે. દક્ષિણ ગુજરાતના સુરત શહેરથી રાજસ્થાનના પ્રવાસન ધામ ઉદયપુર વચ્ચે ચાલનારી વંદે ભારત ટ્રેનની નિયમિત સેવાઓ આગામી ૪ ઓક્ટોબરથી વિધિવત રીતે શરૂ થવા જઈ રહી છે. આ ટ્રેનને હિંમતનગર અને શામળાજી રોડ સ્ટેશન ખાતે મહત્વપૂર્ણ સ્ટોપેજ આપવામાં આવ્યું છે, જેનાથી આ વિસ્તારોના મુસાફરોને મોટી રાહત મળશે.
નિયમિત સેવાઓ શરૂ થાય તે પૂર્વે રેલવે વિભાગ દ્વારા વંદે ભારત ટ્રેનનું સફળ ટ્રાયલ રન યોજવામાં આવ્યું હતું. હિંમતનગરથી શામળાજી સુધી યોજાયેલા આ ટ્રાયલ રનમાં અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. જેમાં સાબરકાંઠાના સાંસદ શોભનાબેન બારૈયા, જિલ્લા કલેક્ટર લલિત નારાયણ સિંઘ સાંધુ, જિલ્લા વિકાસ અધિકારી, સાબરકાંઠા જિલ્લા ભાજપ મહામંત્રી પ્રેમલભાઈ દેસાઈ તથા પ્રાંતિજના પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયા સહિતના અધિકારીઓ અને આગેવાનો સામેલ હતા.
આ નવી સુવિધાથી સુરત, ઉદયપુર અને આસપાસના વિસ્તારો વચ્ચે મુસાફરી કરતા લોકો માટે સમયની બચત થશે અને મુસાફરી વધુ આરામદાયક બનશે. ખાસ કરીને, હિંમતનગર અને શામળાજી રોડ સ્ટેશન પર સ્ટોપેજ મળવાથી સ્થાનિક વેપારીઓ, પ્રવાસીઓ અને અન્ય મુસાફરોને રાજસ્થાનના પ્રવાસન સ્થળો અને ગુજરાતના આર્થિક કેન્દ્ર સુરત સુધી પહોંચવામાં સરળતા રહેશે.