🔥 TRENDING वाराणसी: युवा उद्यमी ने लॉन्च किए 3 नए... રાજકોટ: ગોંડલ ચોકડી નજીક SOG દ્વારા ડ્... रत्नागिरी: मारुती मंदिर परिसरात दुचाकी... కల్వర్టు వుంది... రొడ్డే లేదు.. ਨਸ਼ਿਆਂ ਦੇ ਖਾਤਮੇ ਲਈ ਸਰਕਾਰ ਯਤਨਸ਼ੀਲ: ਬਲਕਾਰ... ધોળાવીરાને શ્રેષ્ઠ પ્રવાસન સ્થળ નો દરજ...
03 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
વડોદરા: મતદાર યાદીમાં સુધારા-વધારા માટે ખાસ ઝુંબેશનું આયોજન
Local

વડોદરા: મતદાર યાદીમાં સુધારા-વધારા માટે ખાસ ઝુંબેશનું આયોજન

✍️ Reporter: Kuntalkumar Chokshi 🗓 03 Oct 2026, 04:56 PM 👁 11
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

વડોદરા શહેરમાં મતદાર યાદીમાં નામ નોંધાવવા, સુધારવા કે કમી કરાવવા માટે આગામી ચાર રવિવારે ખાસ ઝુંબેશનું આયોજન કરાયું છે. આ ઝુંબેશ દરમિયાન બૂથ લેવલ ઓફિસર (BLO) મતદારોની અરજીઓ સ્વીકારશે.

વડોદરા શહેરમાં મતદાર યાદીમાં નવું નામ નોંધાવવા, નામમાં સુધારો કરવા, નામ કમી કરાવવા અથવા ચૂંટણી કાર્ડમાં જરૂરી ફેરફાર કરાવવા માટે ખાસ ઝુંબેશ દિવસોનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઝુંબેશ આગામી 11 ઓક્ટોબર, 18 ઓક્ટોબર, 25 ઓક્ટોબર અને 1 નવેમ્બર, 2026 ના રોજ યોજાશે. આ તમામ દિવસો રવિવાર છે.

આ ખાસ ઝુંબેશ દરમિયાન સવારે 10:00 થી સાંજે 5:00 કલાક સુધી મતદારો પોતાના મતદાન મથકે જઈ શકશે. આ દિવસોએ બૂથ લેવલ ઓફિસર (BLO) પોતાના નિર્ધારિત મતદાન મથકે હાજર રહીને મતદારોની અરજીઓ, હક-દાવા તથા વાંધા સ્વીકારશે.

નવું ચૂંટણી કાર્ડ બનાવવા, નામ ઉમેરવા, નામમાં સુધારો કરવા અથવા નામ કમી કરાવવા ઇચ્છુક નાગરિકોએ જરૂરી દસ્તાવેજો જેવા કે આધાર કાર્ડ, પાસપોર્ટ સાઇઝ ફોટો, રહેઠાણનો પુરાવો, જન્મતારીખ/ઉંમરનો પુરાવો અને મોબાઇલ નંબર સાથે ઉપરોક્ત કોઈપણ તારીખે પોતાના મતદાન મથકે અવશ્ય હાજર રહેવું.

આ ઝુંબેશનો મુખ્ય ઉદ્દેશ્ય મતદાર જાગૃતિ લાવવાનો અને નાગરિકોને તેમના મતાધિકારનો ઉપયોગ સરળતાથી કરી શકે તે સુનિશ્ચિત કરવાનો છે. નારી રક્ષા સેનાના વડોદરા શહેર અધ્યક્ષ અને સામાજિક કાર્યકર કુંતલભાઈ ચોકસી દ્વારા આ જનજાગૃતિ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.
📲Get App