🔥 ट्रेंडिंग मिज़ोरम को 2026‑27 के केंद्रीय योजना क... भाजपा ने 2028 में मिज़ोरम सरकार को लक्... અગ્રણી નેતા શ્રી દિલીપભાઈ સંઘાણી સાહેબ... குடியாத்தத்தில் ரோட்டரி சங்கம் நடத்திய... શ્રીમતી એચ.બી .સંઘવી મહિલા આર્ટસ તથા ક... હિંમતનગર: સેવા સંકલ્પ અભિયાન હેઠળ રંગો...
03 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
अपराध

સુરતના ઉધનામાં ઘરેણાં ચમકાવવાના બહાને છેતરપિંડી કરતા બે ગઠિયાઓને લોકોએ ઝડપી પાડ્યા

✍️ रिपोर्टर: Maheta Dhavalkumar Jitendrabhai 🗓 03 अक्टू. 2026, 10:10 PM 👁 12
यहाँ देखें: 📘 Facebook
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સુરતના ઉધના વિસ્તારમાં ચાંદીના દાગીના ચમકાવી આપવાના બહાને છેતરપિંડી કરવા આવેલા બે ઠગને સ્થાનિક લોકોએ રંગેહાથ ઝડપી પાડ્યા હતા. ઘરેણાંની સફાઈના નામે હાથફેરો કરવાની તેમની કરતૂત પકડાઈ જતાં લોકોનું ટોળું એકઠું થઈ ગયું હતું.

સુરતના ઉધના વિસ્તારમાં આવેલા કૈલાશ નગરમાં ચાંદીના દાગીના ચમકાવી આપવાના બહાને છેતરપિંડી કરવા આવેલા બે ગઠિયાઓને સ્થાનિક લોકોએ રંગેહાથ પકડી પાડ્યા હતા. આ ઠગો ઘરેણાંની સફાઈના નામે લોકોના ઘરેણાં પર હાથફેરો કરવાની ફિરાકમાં હતા.

જ્યારે તેમની આ કરતૂત પકડાઈ ગઈ ત્યારે આસપાસના લોકોનું મોટું ટોળું ત્યાં એકઠું થઈ ગયું હતું. લોકોએ આ બંને ઠગોને ભાગવાનો પ્રયાસ કરતા ઝડપી લીધા હતા અને રસ્તા વચ્ચે જ બેસાડી દીધા હતા. સ્થાનિક લોકોની સતર્કતાના કારણે બે ઠગોની છેતરપિંડીનો પ્રયાસ નિષ્ફળ ગયો હતો.
📲Get App