🔥 TRENDING Armed robbery of CSP officer in Shekhp... Two Teenagers Drown in Daha River Duri... Three Interlockings Commissioned on Mo... Nagaur Hospital Accused of Referring D... FIR Registered Against Shivaji Park Pr... नगरपालिका लवाण मे वार्ड 7/8 में गंदा प...
03 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

સાબરકાંઠા: પોશીના પોલીસે કપાસની આડમાં ગાંજાનું વાવેતર કરતા ત્રણ ઝડપ્યા,૩૬ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત..

✍️ Reporter: Shahbuddin A Shiroya 🗓 03 Oct 2026, 09:14 PM 👁 12
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સાબરકાંઠા જિલ્લામાં 'ડ્રગ્સ મુક્ત સાબરકાંઠા' અભિયાનને વધુ મજબૂત બનાવવામાં આવ્યું છે. પોશીના પોલીસે બાતમીના આધારે કાલીકાંકર ગામમાં કપાસની ખેતીની આડમાં થઈ રહેલા ગાંજાના ગેરકાયદેસર વાવેતરનો પર્દાફાશ કર્યો છે..

સાબરકાંઠામાં-:
'SAY NO TO DRUGS' મિશન અને 'ડ્રગ્સ મુક્ત સાબરકાંઠા' સૂત્રને સાર્થક કરવા માટે નાર્કોટિક પદાર્થોના વેચાણ અને ખરીદી સામે કડક કાર્યવાહી કરવાના ઉચ્ચ પોલીસ અધિકારીઓના નિર્દેશોને પગલે પોશીના પોલીસ સતર્ક બની હતી. નાયબ પોલીસ મહાનિરીક્ષક ગાંધીનગર વિભાગ વિરેન્દ્રસિંહ યાદવ અને સાબરકાંઠા જીલ્લા પોલીસ અધિક્ષક ર્ડો. પાર્થરાજસિંહ ગોહિલ દ્વારા અપાયેલ સૂચનાઓના અનુસંધાને નાયબ પોલીસ અધિક્ષક ખેડબ્રહ્મા વિભાગના ર્ડો.કુલદીપકુમાર નાયી માર્ગદર્શન હેઠળ પોશીના પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર ડી.એન.સાધુ અને તેમના સ્ટાફે આ દિશામાં સતત તપાસ અને વોચ ગોઠવી હતી.તે દરમિયાન પોશીના પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહેલા સર્વેલન્સ પોલીસ સબ ઇન્સ્પેક્ટર વી.બી.મેઘનાથીને તેમના હ્યુમન સોર્સિંગ દ્વારા બાતમી મળી હતી કે કાલીકાંકર ગામના રો-પાડોળા ફળામાં રહેતા જયેશભાઇ લાલુભાઇ ગમાર, અર્જુનભાઇ સંગ્રામભાઈ ગમાર અને ગોવિંદભાઇ અંગ્રેજભાઈ ગમાર તેમના કબજા ભોગવટાના ખેતરમાં માદક પદાર્થ ગાંજાનું ગેરકાયદેસર વાવેતર કરી રહ્યા છે. આ બાતમી હકીકતને આધારે પોલીસે તાત્કાલિક સદરહુ જગ્યાએ પ્રત્યક્ષ જઈ તપાસ કરતાં ઉપરોક્ત આરોપીઓના કબજા હેઠળના ખેતરમાં કપાસના વાવેતરની આડમાં ગાંજાનું વાવેતર મળી આવ્યું હતું..

પોલીસે કુલ ૭૩.૬૬૨ કિલોગ્રામ ગાંજો, જેની અંદાજિત કિંમત રૂ. ૩૬,૮૩,૪૦૦/- થાય છે, તે મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે ત્રણેય આરોપીઓ જે જયેશભાઇ લાલુભાઇ ગમાર (ઉ.વ.૩૦), અર્જુનભાઇ સંગ્રામભાઇ ગમાર (ઉ.વ.૩૧), અને ગોવિંદભાઇ અંગ્રેજભાઇ ગમાર (ઉ.વ.૩૩), જેઓ કાલીકાંકર (રો-પાડોળા ફળો), તા.પોશીના, જી.સાબરકાંઠાના રહેવાસી છે, તેમની સામે એન.ડી.પી.એસ.એક્ટ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.આ પ્રસંશનીય કામગીરી કરનાર અધિકારી અને કર્મચારીઓમાં પોલીસ ઇન્સ્પેક્ટર ડી.એન.સાધુ, વી.બી.મેઘનાથી પોલીસ સબ ઇન્સ્પેક્ટર પોશીના, આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર અમીતકુમાર સાવનભાઇ, હેડ કોન્સ્ટેબલ જયદીપકુમાર જીતાભાઈ, પોલીસ કોન્સ્ટેબલ મુકેશકુમાર દલજીભાઇ, પોલીસ કોન્સ્ટેબલ કલ્યાણસિંહ ગુલાબસિંહ, પોલીસ કોન્સ્ટેબલ અજયસિંહ વિક્રમસિંહ, પોલીસ કોન્સ્ટેબલ નરેશભાઇ લાડુભાઇ, પોલીસ કોન્સ્ટેબલ કલ્પેશકુમાર બાબુભાઇ, પોલીસ કોન્સ્ટેબલ પ્રધ્યુમનસિંહ જામતસિંહ, પોલીસ કોન્સ્ટેબલ સોમાભાઇ મરતાભાઇ, આસિસ્ટન્ટ લોકરક્ષક દિપકભાઇ પુંજાભાઇ, આસિસ્ટન્ટ લોકરક્ષક દશરથભાઇ રાજેન્દ્રભાઇ, આસિસ્ટન્ટ લોકરક્ષક નવધણ કાંતીલાલ, ડ્રાઇવર પોલીસ કોન્સ્ટેબલ રાજેશભાઇ રમેશભાઇનો સમાવેશ થાય છે.
📲Get App