🔥 TRENDING શાપુર પોલીસ સ્ટેશનની રેન્ડમ ચેકિંગ દરમ... હારીજમાં નવરાત્રી પહેલા પોલીસની બેઠક ય... बारिश के कारण यात्रियों का बुरा हाल, स... Odisha Sees 29% Excess Monsoon Rainfal... Kerala Faces Heavy Rain, Flood Risk Am... Monsoon Withdrawal Advances to Saturda...
03 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

સુરતમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના નામે છેતરપિંડી: મનપાની ચેતવણી

✍️ Reporter: Maheta Dhavalkumar Jitendrabhai 🗓 03 Oct 2026, 07:12 AM 👁 11
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સુરત શહેરમાં પ્રધાનમંત્રી આવાસ યોજના (PMAY 2.0) હેઠળ ઘર અપાવવાના નામે ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારો પાસેથી નાણાં પડાવવાના કિસ્સાઓ સામે આવ્યા છે. સુરત મહાનગરપાલિકાએ નાગરિકોને આવા દલાલોથી સાવચેત રહેવા અપીલ કરી છે.

સુરત શહેરમાં પ્રધાનમંત્રી આવાસ યોજના (PMAY 2.0) હેઠળ ઘરનું ઘર મેળવવા ઇચ્છુક ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારોને નિશાન બનાવી કેટલાક અસામાજિક અને લેભાગુ તત્વો સક્રિય થયા હોવાની વિગતો સામે આવી છે. સુરત મહાનગરપાલિકા દ્વારા યોજના હેઠળ ફોર્મ ભરવાની સત્તાવાર પ્રક્રિયા હજુ શરૂ કરવામાં આવી નથી, તે પહેલાં જ વચેટિયાઓ અને એજન્ટો દ્વારા ડ્રોમાં ચોક્કસ મકાન લગાવી આપવાની ખોટી લાલચ આપી નાણાં પડાવવાનો ખેલ શરૂ કરી દેવામાં આવ્યો છે.

આ ગંભીર મામલો ધ્યાને આવતાં સુરત મનપા તંત્ર દ્વારા નાગરિકોના હિતમાં જાહેર અપીલ અને સૂચના જારી કરવામાં આવી છે. પાલિકાએ સ્પષ્ટતા કરી છે કે આવાસ યોજના સંપૂર્ણપણે કમ્પ્યુટરાઇઝ્ડ ડ્રો પદ્ધતિ પર આધારિત અને પારદર્શક છે. તેમાં કોઈ પણ અધિકારી, દલાલ કે વચેટિયા વ્યક્તિગત રીતે મકાન ફાળવી શકતા નથી.

મહાનગરપાલિકા દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે તેઓ આવા દલાલો કે વચેટિયાઓના ખોટા વાયદામાં આવીને છેતરાય નહીં. યોજના સંબંધિત કોઈપણ માહિતી માટે સુરત મહાનગરપાલિકાની સત્તાવાર વેબસાઇટ અથવા સંબંધિત વિભાગનો સંપર્ક કરવો હિતાવહ છે. આ પ્રકારની છેતરપિંડી કરનારા તત્વો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી શકે છે.
📲Get App