🔥 TRENDING Nikhil Kumaraswamy Promises Solutions... Tripura MLA Pinaki Das Choudhury urges... ARPS Agartala students shine at nation... Philanthropy Club inaugurates new buil... BJP MP Ramveer Singh Bhaduri apologise... Rahul Gandhi Declares MPSC Protest a S...
03 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

સુરત મનપા: નવા કમિશનર રાજકુમાર બેનીવાલે નાગરિક સુવિધાઓ માટે ફરિયાદ નિવારણની નવી પ્રક્રિયા શરૂ કરી

✍️ Reporter: Maheta Dhavalkumar Jitendrabhai 🗓 03 Oct 2026, 10:12 PM 👁 8
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સુરત મહાનગરપાલિકાના નવા મ્યુનિસિપલ કમિશનર રાજકુમાર બેનીવાલે નાગરિકોની પ્રાથમિક સુવિધાઓને લઈને અધિકારીઓને સ્પષ્ટ સૂચનાઓ આપી છે. હવે ઓનલાઈન ફરિયાદ કરનારા નાગરિકો પાસેથી સીધો ફીડબેક લેવાશે.

સુરત મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર તરીકે ચાર્જ સંભાળતાની સાથે જ રાજકુમાર બેનીવાલે નાગરિકોની પ્રાથમિક સુવિધાઓ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવા અધિકારીઓને સ્પષ્ટ તાકીદ કરી છે. ખાસ કરીને રસ્તા, પાણી અને ગટર જેવી પાયાની સુવિધાઓમાં કોઈપણ પ્રકારની ફરિયાદ કે ગેરરીતિ ન ચલાવી લેવા માટે તેમણે પોતાની કટિબદ્ધતા વ્યક્ત કરી છે. આ દિશામાં નક્કર પગલાં ભરતાં, પાલિકાના પોર્ટલ પર ઓનલાઇન ફરિયાદ નોંધાવનારા નાગરિકો પાસેથી હવે સીધો ફીડબેક લેવાની નવી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.

આ નવી વ્યવસ્થા હેઠળ પાલિકાના પોર્ટલ પર સફાઈ, ગંદકી, પાણી સહિતની વિવિધ સમસ્યાઓ અંગે ઓનલાઇન ફરિયાદ કરનારા નાગરિકોનો ડેટા એકત્રિત કરવામાં આવશે. ત્યારપછી આ ફરિયાદીઓમાંથી રેન્ડમલી નાગરિકોની પસંદગી કરીને તેમને સીધો ફોન કરવામાં આવશે. સ્વચ્છતાથી લઈને વિવિધ માપદંડોમાં દેશભરમાં અગ્રેસર રહેતા સુરત શહેરના સર્વાંગી વિકાસની સાથે છેવાડાના માનવી સુધી પાયાની સુવિધાઓ પહોંચે તે હેતુથી કમિશનર દ્વારા સતત સંકલન સાધીને કાર્યવાહી કરવામાં આવી રહી છે.

ફોન પર નાગરિકોને તેમની સમસ્યાનું યોગ્ય નિરાકરણ આવ્યું છે કે નહીં, જો નિરાકરણ થયું હોય તો કેટલા સમયમાં થયું અને તેઓ કામગીરીથી સંતુષ્ટ છે કે નહીં, તે અંગે પુછપરછ કરવામાં આવશે. આ તમામ વિગતો અને નાગરિકોના અભિપ્રાયના આધારે નિર્ધારિત સમયમાં એક વિસ્તૃત રિપોર્ટ તૈયાર કરી મ્યુનિસિપલ કમિશનરને સોંપવામાં આવશે.
📲Get App