🔥 ट्रेंडिंग AAP ने बिहार काउंसिल चुनाव में 4 उम्मी... गांधी जी की अधूरी वैश्विक दृष्टि पर द... સાબરકાંઠાના-:હિંમતનગરમાં DGP-CUP એથલેટ... રાજકોટ: રૈયા ગામમાંથી 10 અને 8 વર્ષના... तमिलनाडु की सचिवालय स्थानांतरण योजना,... टीवीके के मुख्य सहयोगी ने पीएमके‑टीवीक...
02 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
स्थानीय

પાટણમાં ૭ ઓક્ટોબરે યોજાશે ‘સેવા જ્યોતિ કળશ યાત્રા’, કલેક્ટરની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ..

✍️ रिपोर्टर: Shahbuddin A Shiroya 🗓 02 अक्टू. 2026, 01:08 AM 👁 16
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

પાટણ શહેરમાં આગામી ૭ ઓક્ટોબરે ‘સેવા જ્યોતિ કળશ યાત્રા’નું આયોજન કરવામાં આવશે. આ અંગેની તૈયારીઓની સમીક્ષા કરવા કલેક્ટર ડૉ.પ્રશાંત જિલોવાના અધ્યક્ષસ્થાને એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી..

પાટણ શહેરમાં આગામી ૭ ઓક્ટોબરે ‘સેવા જ્યોતિ કળશ યાત્રા’નું ભવ્ય આયોજન કરવામાં આવશે.આ યાત્રાના સુચારુ આયોજન અને વ્યવસ્થાપન માટેની તૈયારીઓની સમીક્ષા કરવા માટે જિલ્લા કલેક્ટર ડૉ.પ્રશાંત જિલોવાના અધ્યક્ષસ્થાને એક મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.આ બેઠકમાં સંબંધિત અધિકારીઓ અને આયોજન સમિતિના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા..

કલેક્ટર દ્વારા યાત્રાના રૂટ,સુરક્ષા વ્યવસ્થા,સ્વચ્છતા અને જાહેર જનતા માટેની સુવિધાઓ જેવા વિવિધ પાસાઓની વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.આયોજનને લઈને જરૂરી સૂચનાઓ અને માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું.‘સેવા જ્યોતિ કળશ યાત્રા’ના આયોજનનો મુખ્ય ઉદ્દેશ્ય સમાજમાં સેવા અને પરોપકારની ભાવનાને પ્રોત્સાહન આપવાનો છે..

આ યાત્રા દ્વારા નાગરિકોને એકબીજાની મદદ કરવા અને સામાજિક કાર્યોમાં સક્રિયપણે ભાગ લેવા માટે પ્રેરિત કરવાનો પ્રયાસ કરવામાં આવશે. આયોજનની સફળતા માટે તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.
📲Get App