🔥 ट्रेंडिंग बिहार ने सहकारी बैंकों पर सख्त निगरानी... जैसलमेर: बांकलसर रोड पर अज्ञात वाहन की... কাগজপত্র জমা না নেওয়ায় বসিরহাটে টাকি... गोला गोकर्णनाथ: भारत भूषण कॉलोनी में स... માટેલમાં દેશી દારૂ વેચતા બુટલેગરનો જાગ... सिक्किम सरकार ने गवर्नर गोल्ड कप के लि...
02 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
स्थानीय

દામનગરમાં રખડતા પશુઓનો ત્રાસ: વાહનચાલકો અને રાહદારીઓ પરેશાન

✍️ रिपोर्टर: Rangpara Shaileshbhai 🗓 02 अक्टू. 2026, 11:30 AM 👁 12
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

દામનગર શહેરમાં જાહેર માર્ગો પર રખડતા પશુઓના કારણે વાહનચાલકો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. નગરપાલિકા તંત્ર દ્વારા પશુઓને આશ્રયસ્થાને ખસેડવામાં નિષ્ફળતા મળતાં લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.

દામનગર શહેરમાં જાહેર માર્ગો પર રખડતા પશુઓનો ત્રાસ દિવસેને દિવસે વધી રહ્યો છે. ખાસ કરીને સરદાર સર્કલ, ભૂરખીયા ચોકડી પાસેનો પુલ, મુખ્ય બજારો, રામડા-ધામેલ રોડ ચોકડી અને સહકારી મંડળી નજીક રસ્તાઓ પર પશુઓ અડીંગા જમાવીને બેસી રહે છે. આ કારણે વાહનચાલકોને પસાર થવામાં ભારે મુશ્કેલી પડે છે અને અકસ્માતનો ભય રહે છે. રાહદારીઓને પણ ચાલવામાં તકલીફ પડે છે.

નગરપાલિકા તંત્ર દ્વારા રખડતા પશુઓને શોધીને તેમને યોગ્ય આશ્રયસ્થાને ખસેડવાની કાર્યવાહીમાં નિષ્ફળતા મળી રહી હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું છે. સ્થાનિક લોકોમાં એવી પણ ચર્ચા છે કે હાઈકોર્ટ દ્વારા આ મામલે ટકોર કરવામાં આવી હોવા છતાં સમસ્યાનો કાયમી ઉકેલ લાવવામાં તંત્ર નિષ્ફળ રહ્યું છે.

આ સમસ્યાને કારણે શહેરીજનોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. વાહનચાલકો અને વેપારીઓ દ્વારા વારંવાર રજૂઆતો કરવામાં આવી હોવા છતાં નક્કર કાર્યવાહીના અભાવે પરિસ્થિતિ યથાવત છે. તાત્કાલિક ધોરણે આ સમસ્યાનો ઉકેલ લાવવામાં આવે તેવી માંગણી પ્રબળ બની રહી છે.
📲Get App