Local
હિંમતનગર એસ.ટી. ડેપો ખાતે 'નમો સેવા અનકહી કહાની' શેરી નાટક યોજાયું
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જનસેવાના ૨૫ વર્ષ પૂર્ણ થવા પ્રસંગે 'સેવા સંકલ્પ અભિયાન' હેઠળ હિંમતનગર એસ.ટી. ડેપો ખાતે 'નમો સેવા અનકહી કહાની' શેરી નાટકનું આયોજન કરાયું.
હિંમતનગર એસ.ટી. ડેપો ખાતે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જનસેવાના ૨૫ વર્ષ પૂર્ણ થવાના અવસરે 'સેવા સંકલ્પ અભિયાન' અંતર્ગત 'નમો સેવા અનકહી કહાની' નામના શેરી નાટકનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું.
આ કાર્યક્રમમાં પ્રભારી મંત્રીશ્રી ડૉ. પ્રદ્યુમન વાજા, સાંસદશ્રી શોભનાબેન બારીયા, ધારાસભ્યશ્રી વી.ડી. ઝાલા, પૂર્વ ધારાસભ્ય શ્રી રમણલાલ વોરા સહિત અનેક નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત મહાનુભાવોએ જનજાગૃતિ ફેલાવવાના આ પ્રયાસને ખૂબ જ બિરદાવ્યો હતો.
આ શેરી નાટક દ્વારા વડાપ્રધાન મોદીના જનસેવાના કાર્યો અને તેમના ૨૫ વર્ષના કાર્યકાળ દરમિયાનની અણકહી કહાણીઓને લોકો સમક્ષ રજૂ કરવામાં આવી, જેનો ઉદ્દેશ્ય નાગરિકોમાં જનસેવા પ્રત્યે જાગૃતિ લાવવાનો હતો.