Local
ઢસા જંક્શન ખાતે 'સફાઈમિત્ર સુરક્ષા અને સન્માન શિબિર' યોજાઈ, આરોગ્ય તપાસ અને કીટ વિતરણ કરાયું
Watch on:
▶️ YouTube
સ્વચ્છતા હી સેવા-૨૦૨૬ અભિયાન અંતર્ગત ગઢડા તાલુકાના ઢસા જંક્શન ખાતે આયોજિત શિબિરમાં સફાઈમિત્રોને સરકારી યોજનાઓ, આરોગ્ય સુવિધાઓ અને સુરક્ષા સાધનો વિશે માહિતગાર કરાયા.
સ્વચ્છતા હી સેવા-૨૦૨૬ અભિયાનના ભાગરૂપે ગઢડા તાલુકાના ઢસા જંક્શન ગામ ખાતે 'સફાઈમિત્ર સુરક્ષા અને સન્માન શિબિર'નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી, જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ શ્રી ઘનશ્યામભાઈ વિરાણી, તાલુકા વિકાસ અધિકારીશ્રી અને ગામના સરપંચશ્રી ઉપસ્થિત રહ્યા હતા. શિબિરમાં ગામ અને આસપાસના વિસ્તારોમાં સ્વચ્છતા જાળવવાના મહત્વ પર ભાર મૂકવામાં આવ્યો હતો.
શિબિરમાં ઉપસ્થિત ગ્રામ પંચાયતના સફાઈમિત્રોને સરકાર દ્વારા ચલાવવામાં આવતી વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભો વિશે વિસ્તૃત માહિતી અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. આ ઉપરાંત, સફાઈમિત્રોના સ્વાસ્થ્યની કાળજીને ધ્યાનમાં રાખીને ગામના આરોગ્ય કેન્દ્ર ખાતે તેમના આરોગ્યની તપાસ પણ કરવામાં આવી હતી.
સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) યોજના હેઠળ, સફાઈમિત્રોને તેમના કાર્ય દરમિયાન સુરક્ષા અને સુવિધા માટે આવશ્યક એવી પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ (PPE) કીટ તેમજ અન્ય સ્વચ્છતા સંબંધિત સાધનોનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જિલ્લા અને તાલુકા કક્ષાના અધિકારીઓ, કર્મચારીઓ, પંચાયતના સભ્યો અને સ્થાનિક આગેવાનો સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.