🔥 TRENDING Over 5.47 Lakh Rural Households in Meg... Tripura to Start SIR-2026 Electoral Ro... Congress Alleges BJP-led Tripura Gover... Tripura University Can Become Northeas... Court Orders Dairy to Pay Nearly Fifte... બોટાદ: ખોટી નંબર પ્લેટ મામલે ગુનો દાખલ...
03 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
હિંમતનગર લૂંટના પ્રયાસના ગુનામાં ૧૬ વર્ષથી ફરાર આરોપી ઉત્તરપ્રદેશમાંથી ઝડપાયો..
Crime

હિંમતનગર લૂંટના પ્રયાસના ગુનામાં ૧૬ વર્ષથી ફરાર આરોપી ઉત્તરપ્રદેશમાંથી ઝડપાયો..

✍️ Reporter: Shahbuddin A Shiroya 🗓 02 Oct 2026, 11:18 PM 👁 9
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સાબરકાંઠા LCB ટીમે ઉત્તરપ્રદેશમાંથી ૧૬ વર્ષથી નાસતા ફરતા લૂંટના પ્રયાસ અને આર્મ્સ એક્ટ હેઠળના ગુનામાં વોન્ટેડ આરોપીને દબોચી લીધો છે.આ કાર્યવાહીના પગલે પોલીસ તંત્રમાં ખુશીનો માહોલ છે..

સાબરકાંઠામાં-:
નાસતા ફરતા આરોપીઓને પકડવાની અસરકારક કામગીરીના ભાગરૂપે, લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) સાબરકાંઠાની ટીમે હિંમતનગર ટાઉન પોલીસ સ્ટેશનના લૂંટના પ્રયાસ અને આર્મ્સ એક્ટના ગુનામાં છેલ્લા ૧૬ વર્ષથી ફરાર એક આરોપીને ઉત્તરપ્રદેશમાંથી ઝડપી પાડ્યો છે.ગાંધીનગર વિભાગના નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ અને સાબરકાંઠાના પોલીસ અધિક્ષક ડૉ.પાર્થરાજસિંહ ગોહિલની સૂચના બાદ LCB પોલીસ ઇન્સ્પેક્ટર ડી.સી.સાકરીયાના માર્ગદર્શન હેઠળ LCB ટીમે રાજ્ય બહાર નાસતા ફરતા આરોપીઓને પકડવા માટે ખાસ ટીમ બનાવી હતી.આ દરમિયાન LCB પોલીસ સબ ઇન્સ્પેક્ટર વીમલ.આર.ચૌહાણની રાહબરી હેઠળ ટીમે ઉત્તરપ્રદેશમાં તપાસ શરૂ કરી હતી.ગત તા.૦૧/૧૦/૨૦૨૬ ના રોજ LCB ટીમને ખાનગી રાહે બાતમી મળી હતી કે હિંમતનગર ટાઉન પોલીસ સ્ટેશનના ગુ.ર.નં.૧૨૧/૨૦૧૦ (IPC કલમ ૩૯૩, ૩૯૮ અને આર્મ્સ એક્ટ ૨૫(૧)(૧બી)(એ) મુજબ) માં સંડોવાયેલ અને છેલ્લા ૧૬ વર્ષથી નાસતો ફરતો આરોપી દુર્મિન શ્રીક્રુષ્ણ રાઠોડ,રહે.હિમાયુપુર,ફિરોજાબાદ (ઉત્તરપ્રદેશ) હાલ ફિરોજાબાદ હાઇવે પર દેવલોક હોટેલ ખાતે ઉભો છે..

આ બાતમીના આધારે સ્થાનિક પોલીસની મદદ મેળવી દેવલોક હોટેલ ખાતે તપાસ કરતાં આરોપી મળી આવ્યો હતો. પૂછપરછ કરતાં તેણે પોતાનું નામ દુર્મિન ઉર્ફે દુર્બીન સન ઓફ શ્રીક્રુષ્ણ રાઠોડ,ઉંમર ૪૧ વર્ષ,રહે. શાકભાજી માર્કેટવાળી ગલી,હિમાયુપુર, ફિરોજાબાદ (ઉત્તરપ્રદેશ) જણાવ્યું હતું.ઉપરોક્ત ગુના બાબતે પૂછપરછ અને વેરિફિકેશન કરતાં તે ગુનામાં વોન્ટેડ હોવાનું જણાયું હતું..

આથી ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા કલમ-૩૫(૧)(જે) મુજબ આરોપીને તા.૦૧/૧૦/૨૦૨૬ ના રોજ ઝડપી પાડ્યો હતો અને તેને હિંમતનગર એ.ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે સોંપવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.આ કામગીરીમાં LCB પોલીસ ઇન્સ્પેક્ટર ડી.સી.સાકરીયા,પોલીસ સબ ઇન્સ્પેક્ટર વીમલ.આર.ચૌહાણ,આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ રાકેશસિંહ જસવંતસિંહ,આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ પ્રવિણસિંહ ચતુરસિંહ,આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ ઘનશ્યામસિંહ લક્ષ્મણસિંહ અને આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ કિર્તિરાજસિંહ કિરીટસિંહ સહિતના LCB સ્ટાફના માણસો જોડાયા હતા.
📲Get App