🔥 TRENDING Rajasthan Faces 40°C Heatwave as Monso... Muzaffarpur Hotel: Woman Found Hanging... સ્વચ્છતા હી સેવા’ અભિયાન અંતર્ગત શ્રમદ... Lawyer Stabbed on Neck in Bhilwara's C... અબડાસા: કોઠારા-ભેદીમાં ૪૦૦ એકર ગૌચર જમ... बाड़मेर अस्पताल के सामने गड्ढों से टैक...
02 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

અમરેલીમાં 'સ્વચ્છતા હી સેવા' અભિયાન અંતર્ગત સોમનાથ મંદિરથી પાણી દરવાજા વિસ્તારમાં વ્યાપક સફાઈ ઝુંબેશ યોજાઈ

✍️ Reporter: Sodha Gourangbhai 🗓 02 Oct 2026, 09:24 AM 👁 9
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
અમરેલીમાં 'સ્વચ્છતા હી સેવા' અભિયાન અંતર્ગત સોમનાથ મંદિરથી પાણી દરવાજા વિસ્તારમાં વ્યાપક સફાઈ ઝુંબેશ યોજાઈ

‘સ્વચ્છતા અભિયાન’માં રાજ્યમંત્રી શ્રી કૌશિકભાઈ વેકરીયા સહિતના મહાનુભાવોનું શ્રમદાન

અમરેલી શહેરના પદાધિકારીઓએ હાથમાં સાવરણા પકડી અમરેલીને સ્વચ્છ બનાવવા આહવાન કર્યું

શહેરને પ્લાસ્ટિક અને કચરામુક્ત બનાવવાનો સંકલ્પ: ધારાસભ્ય શ્રી જગદીશ વિશ્વકર્મા, સાંસદ શ્રી ભરતભાઈ સુતરીયા અને પાલિકા પ્રમુખ શ્રી વૈશાલીબેન માંગરોળીયા સ્વચ્છતા અભિયાનમાં જોડાયા

અમરેલી તા. ૦૧ ઓક્ટોબર
આજરોજ 'સ્વચ્છતા હી સેવા' અભિયાન અંતર્ગત અમરેલી શહેરમાં સોમનાથ મહાદેવ મંદિર-ગઢની રાંગથી લઈને પાણી દરવાજા, શ્રી સ્વામીનારાયણ મંદિર વિસ્તાર સુધી એક વ્યાપક સફાઈ ઝુંબેશનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્વચ્છતાલક્ષી પ્રવૃત્તિઓમાં રાજ્યમંત્રીશ્રી કૌશિકભાઈ વેકરીયા અને નિકોલ-અમદાવાદ વિસ્તારના ધારાસભ્ય શ્રી જગદીશ વિશ્વકર્મા સહિતના અગ્રણીઓ ઉત્સાહભેર સહભાગી બનીને શ્રમદાન કર્યું હતું અને "સ્વચ્છ ભારત અભિયાન" થકી સમગ્ર જિલ્લામાં સ્વચ્છતાલક્ષી પ્રવૃત્તિઓને વધુ વેગવંતી બનાવવાની મક્કમ નેમ વ્યક્ત કરી હતી.

ઉલ્લેખનીય છે કે, રાજ્યમંત્રી શ્રી કૌશિકભાઈ વેકરીયા, ધારાસભ્ય શ્રી જગદીશ વિશ્વકર્મા તેમજ સાંસદ શ્રી ભરતભાઈ સુતરીયા સહિતના ઉચ્ચ પદાધિકારીઓએ પોતે સાવરણા હાથમાં લઈ શ્રમદાન કરીને નગરજનોને સ્વચ્છતાનો મજબૂત સંદેશ આપ્યો હતો. આ સ્વચ્છતાલક્ષી ઝુંબેશમાં નગરપાલિકા પ્રમુખ શ્રી વૈશાલીબેન માંગરોળીયા સહિતના સ્થાનિક પદાધિકારીઓ, સંગઠનના હોદ્દેદારો તેમજ વહીવટી તંત્રના અધિકારીઓ અને સફાઈ કર્મચારીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા.

સ્વચ્છતા અને માનવ આરોગ્ય એકબીજા સાથે સીધા સંકળાયેલા છે, કારણ કે જ્યાં સ્વચ્છતા હોય છે ત્યાં જ સાચું અને તંદુરસ્ત આરોગ્ય છે. આસપાસ ગંદકીમુક્ત વાતાવરણ જાળવવાથી અનેક પ્રકારના ચેપી અને મોસમી રોગો વકરતા અટકે છે, જેનાથી નાગરિકોનું શારીરિક સ્વાસ્થ્ય સુધરે છે અને સમાજમાં એક સકારાત્મક ઊર્જાનો સંચાર થાય છે. સ્વચ્છતાને કેવળ એક દિવસનો કાર્યક્રમ ન બનાવતા દૈનિક જીવનની આદત બનાવવામાં આવે તો જ એક નિરોગી અને સશક્ત રાષ્ટ્રનું નિર્માણ થઈ શકે છે.

આ મહા સફાઈ ઝુંબેશ થકી શહેરના તમામ નાગરિકો, વેપારીઓ અને પ્રબુદ્ધ જનોને એક હાર્દિક અપીલ કરવામાં આવી છે કે તેઓ પોતાના ઘર, ઓફિસ કે દુકાનનો કચરો ગમે ત્યાં જાહેરમાં ફેંકવાના બદલે માત્ર નગરપાલિકાના કચરા કલેક્શન વાહનો કે જાહેર કચરાપેટીમાં જ નાખે. સુંદર અને સ્વચ્છ અમરેલીનું નિર્માણ જનજાગૃતિ અને સક્રિય લોકભાગીદારી થકી જ શક્ય બનશે. પાલિકા દ્વારા પ્લાસ્ટિક મુક્ત શહેર બનાવવા માટે સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવા અને કચરાના યોગ્ય નિકાલમાં સહયોગ આપી જવાબદાર નાગરિક તરીકેની ફરજ નિભાવવા ખાસ આહવાન કરવામાં આવ્યું છે.
📲Get App