🔥 TRENDING बहुजन समाज पार्टी के पूर्व नेता आकाश आ... અરવલ્લી LCB દ્વારા પોશડોડા ભરેલી કારનો... Female Elephant Found Dead in Jharkhan... Kerala Launches 'Toofan Thaddesham': S... Kerala Lottery SK-51 Draw Cancelled on... Kerala Lottery SK 72 Result Postponed...
02 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

વડાપ્રધાન મોદીના ૨૫ વર્ષ પૂર્ણ થતાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બોપલમાં 'આંગણ મિલન સેવા' ઉત્સવમાં ભાગ લીધો

✍️ Reporter: Ranjanben Dharmendrbhai Panchal 🗓 02 Oct 2026, 05:52 PM 👁 10
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જનસેવાના ૨૫ વર્ષ પૂર્ણ થવાની ઉજવણીના ભાગરૂપે આયોજિત 'સેવા સંકલ્પ અભિયાન' અંતર્ગત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બોપલ ખાતે 'આંગણ મિલન સેવા' ઉત્સવમાં બાળકો અને સગર્ભા બહેનોને ફળ, સુખડી અને પોષણયુક્ત આહારનું વિતરણ કર્યું.

વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના જનસેવાના ગૌરવવંતા ૨૫ વર્ષ નિમિત્તે આયોજિત 'સેવા સંકલ્પ અભિયાન'ની ઉજવણીના ભાગરૂપે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ બોપલ સ્થિત આંગણવાડી ખાતે 'આંગણ મિલન સેવા' ઉત્સવમાં સહભાગી થયા હતા.

આ પ્રસંગે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે બોપલ આંગણવાડી-૬ ખાતે ભૂલકાંઓને ફળ અને સુખડીનું વિતરણ કર્યું હતું. આ ઉપરાંત, સગર્ભા બહેનો, કિશોરીઓ અને ૬ માસથી ૩ વર્ષ સુધીના બાળકોને THR (તૈયાર પોષણયુક્ત આહાર) નું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. આંગણવાડીના જે બાળકોના પોષણ સ્તરમાં સુધારો થયો હોય અને તે જળવાઈ રહ્યો હોય તેવાં બાળકોને 'પોષણ ચેમ્પિયન એવોર્ડ' થી સન્માનિત કરવામાં આવ્યા હતા.

મુખ્યમંત્રીશ્રીએ બાળકો અને તેમના વાલીઓ સાથે સહજ સંવાદ સાધીને આંગણવાડી દ્વારા પૂરી પાડવામાં આવતી સેવાઓની નિયમિતતા અને ગુણવત્તા અંગેની જાણકારી મેળવી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે આંગણવાડીના કાર્યોની પ્રશંસા કરી હતી.

આ કાર્યક્રમમાં શહેરના મેયર શ્રી હિતેશભાઈ બારોટ, કલેક્ટર શ્રી ભવ્ય વર્મા, ડેપ્યૂટી મેયર શ્રીમતી અંજુબહેન શાહ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી કમલેશભાઈ પટેલ સહિત મહિલા-બાળ વિકાસ વિભાગના અધિકારીઓ, અમ્યુકોના પદાધિકારીઓ, અધિકારીઓ, કર્મચારીઓ અને મોટી સંખ્યામાં વાલીઓ તથા બાળકો ઉપસ્થિત રહ્યાં હતાં.
📲Get App