Local
જલાલપોર તાલુકાના કોલાસણા ગામે "સેવા સંપર્ક સંકલ્પ અભિયાન" અંતર્ગત કાર્યક્રમ યોજાયો
Watch on:
📘 Facebook
જલાલપોર તાલુકાના કોલાસણા ગામે "સેવા સંપર્ક સંકલ્પ અભિયાન" હેઠળ એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમ કોલાસણા-2 આંગણવાડી ખાતે યોજાયો હતો.
નવસારી જિલ્લામાં " સેવા સંપર્ક સંકલ્પ અભિયાન " અંતર્ગત જલાલપોર તાલુકાના કોલાસણા-૨ આંગણવાળી માં ભવ્ય કાર્યક્રમ નું આયોજન કર્યું હતું. મુખ્ય મેહમાન તરીકે તાલુકા પંચાયત ના સભ્ય શ્રીમતિ સ્વાતી સંજયભાઈ પટેલ હાજર રહ્યાં હતાં તેમજ કોલાસણા ગામના ઉપસરપંચ શ્રી ગિરીશભાઈ પટેલ આંગણવાડી કાર્યકર જ્યોતિબેન રામરાજ્ય , મદદનીશ આશાબેન શકુન્તલાબેન કુશવાહ ,કાર્યકર બહેન સંગીતાબેન મોર્યા તેમજ બાળકોએ અને વાલીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.કાર્યકરબેન દ્વારા પ્રાકૃતિક રંગો થી રંગોળી પાડવામાં આવી હતી.આ કાર્યક્રમ અંતર્ગત બાળકોને ગિફ્ટ,વાલીઓને કીટ વિતરણ કરવામાં આવ્યું તેમજ આંગણવાડી કાર્યકર્તા અને હેલ્પર ને સન્માન પત્ર આપવામાં આવ્યું હતું.
પોષણ માસ માં કિશોરી પાસે સ્પર્ધા કરાવી. પોષણ થાડી ના વિજેતાઓને પ્રમાણપત્ર તારીખ 29/9/2026 ના રોજ આપવામાં આવ્યા હતા.
મદદનીશ સકુતલાબેન અને આશા વકૅર સંગીતાબેન દ્વારા લાભાર્થીઓને માતૃશક્તિ પેકેટ નું વિતરણ કરવામાં આવ્યું હતું.લાભાર્થીઓ લાભાન્વિત થતા આંગણવાડી ટીમ નો આભાર વ્યક્ત કર્યો હતો.
આંગણવાડી માં ચિત્રકામ સ્પર્ધા યોજી બાળકોને પ્રમાણપત્ર આપવામાં આવ્યું હતું. પ્રમાણપત્ર મળતાં જ બાળકો ભાવવિભોર થયા હતા તેમજ હર્ષોલ્લાસ નું વાતાવરણ છવાય ગયું હતું.