Local
અમદાવાદ-રાજકોટ હાઈવે પર લક્ઝરી બસમાં આગ: ડ્રાઇવરની સૂઝબૂઝથી મુસાફરોનો આબાદ બચાવ
અમદાવાદ-રાજકોટ હાઈવે પર મુસાફરોથી ભરેલી લક્ઝરી બસમાં અચાનક આગ લાગતાં અફરાતફરી મચી ગઈ હતી. જોકે, ડ્રાઇવરની સમય સૂચકતા અને સમજદારીથી તમામ મુસાફરોનો સુરક્ષિત બચાવ થયો હતો.
અમદાવાદ-રાજકોટ હાઈવે પર આજે એક મોટી દુર્ઘટના થતાં રહી ગઈ. મુસાફરોને લઈને જઈ રહેલી એક લક્ઝરી બસમાં અચાનક આગ લાગી હતી. હાઈવે પર ટ્રાફિકની વચ્ચે બસમાં આગ લાગતાં લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો અને અફરાતફરી મચી ગઈ હતી.
બસના ડ્રાઇવરે પરિસ્થિતિને પારખી તાત્કાલિક બસને સલામત સ્થળે રોકી દીધી હતી. ડ્રાઇવરની સમય સૂચકતા અને સમજદારીને કારણે બસમાં સવાર તમામ મુસાફરોને સુરક્ષિત રીતે બહાર કાઢી લેવામાં આવ્યા હતા. જેના કારણે જાનહાનિ ટળી હતી અને તમામ મુસાફરોનો આબાદ બચાવ થયો હતો.
આ ઘટનાની જાણ થતાં જ પોલીસની 112 PCR વાન સહિતની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. ત્યારબાદ ફાયર બ્રિગેડની ટીમને પણ જાણ કરવામાં આવી હતી. ફાયર બ્રિગેડના જવાનોએ તાત્કાલિક આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો શરૂ કર્યા હતા અને સફળતાપૂર્વક આગને કાબૂમાં લીધી હતી.