અમરેલી શહેર ના અતિ પૌરાણિક નાગનાથ મહાદેવ મંદિર ખાતે આરતી નો લ્હાવો લેતા રાજ્ય સરકારના કાયદો અને ઊર્જા રાજ્યમંત્રી શ્રી કૌશિકભાઈ વેકરીયા
અમરેલી તા. ૦૧ ઓક્ટોબર
આજરોજ સંધ્યા સમયે રાજ્ય સરકારના કાયદો અને ઊર્જા રાજ્યમંત્રી શ્રી કૌશિકભાઈ વેકરીયા સહિતના પદાધિકારીશ્રીઓ અમરેલી સ્થિત ઐતિહાસિક અને પવિત્ર નાગનાથ મંદિરે મહાઆરતીમાં ઉપસ્થિત રહ્યા હતા. રાજ્યમંત્રીશ્રી તેમજ ઉપસ્થિત મહાનુભાવોએ શ્રદ્ધાપૂર્વક ભગવાન નાગનાથ મહાદેવની દિવ્ય મહાઆરતીનો લાભ લીધો હતો અને દર્શન-પૂજન કરીને ધન્યતા અનુભવી હતી. રાજ્યમંત્રીશ્રીએ દેવાધિદેવ મહાદેવના ચરણોમાં શીશ ઝુકાવીને શિવવંદના કરી હતી અને સમગ્ર અમરેલી જિલ્લા અને ગુજરાતની જનતાની સુખાકારી, સમૃદ્ધિ તેમજ ઉત્તરોત્તર પ્રગતિ માટે પ્રાર્થના કરી હતી.