રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મજયંતી નિમિત્તે આજે ધારી-બગસરા-ખાંભા વિધાનસભાના ધારાસભ્ય શ્રી જે.વી. કાકડીયાએ ચલાલા ખાતે આવેલ પંડ્યા ખાદી કાર્યાલયની મુલાકાત લઈ ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી શ્રદ્ધાપૂર્વક નમન કર્યું હતું.

આ પ્રસંગે શહેર ભાજપના આગેવાનો, કાર્યકરો તથા ચલાલા નગરપાલિકાના પ્રમુખ અને સદસ્યશ્રીઓની ઉપસ્થિતિમાં ધારાસભ્યશ્રીએ ખાદીની ખરીદી કરી ‘સ્વદેશી અને સ્વાવલંબન’ના ગાંધીજીના સંદેશને જીવનમાં ઉતારવાનો સંદેશ આપ્યો હતો. સાથે જ ઉપસ્થિત કાર્યકરો અને શહેરીજનોને ગાંધીજીના વિચારો અને રાષ્ટ્રસેવાના સંદેશથી માહિતગાર કર્યા હતા.
આ પ્રસંગે ચલાલા નગરપાલિકાના પ્રમુખ શ્રી જયરાજભાઈ વાળા, ચલાલા શહેર ભાજપ પ્રમુખ શ્રી જીતુભાઈ કાથરોટીયા, જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચાના મહામંત્રી શ્રી ભયલુભાઈ વાળા, હિંમતભાઈ દોંગા, ચિરાગભાઈ માલવિયા, બાબાભાઈ વાળા, પ્રકાશભાઈ કારીયા, હર્ષદભાઈ રાવલ, ચાપરાજભાઈ ધાંધલ, હિતેશભાઈ રામાણી, વનરાજભાઈ જેબલિયા, સાવનભાઈ સાપરિયા, પ્રદીપભાઈ હિરપરા, રવિરાજભાઈ તલાટીયા, નીતિનભાઈ વાળા, નરેશભાઈ પરમાર, હસુભાઈ ગેડિયા, મૂળજીભાઈ પરમાર સહિતના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે પંડ્યા ખાદી કાર્યાલયના સંચાલકોએ ધારાસભ્ય શ્રી જે.વી. કાકડીયા તથા ઉપસ્થિત આગેવાનો અને કાર્યકરોનું સ્વાગત-સન્માન કરી આત્મીય આવકાર આપ્યો હતો.
ગાંધીજીના સત્ય, અહિંસા, સ્વદેશી અને સ્વાવલંબનના વિચારોને જીવનમાં ઉતારીને રાષ્ટ્રસેવાના સંકલ્પને વધુ મજબૂત બનાવીએ..