🔥 ट्रेंडिंग भागलपुर: पिता-पुत्र के बीच मारपीट, पुत... लखनऊ: इंटरसेप्टर वाहनों का फ्लैग ऑफ, '... भारत बनाम वेस्ट इंडीज 3री ODI: मल्लनपु... एशियाई खेल 2026 में भारत बनाम पाकिस्ता... लातूर च्या औसा तालुक्यातील शिवली मोड प... निरंजन ने राष्ट्रीय स्तर पर योग प्रतिय...
02 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

અમરેલીના ચક્કરગઢ અને પ્રતાપપરા મુકામે વિવિધ વિકાસકામોનું ખાતમુહૂર્ત કરતા રાજ્યમંત્રી શ્રી કૌશિકભાઈ વેકરીયા

✍️ रिपोर्टर: Sodha Gourangbhai 🗓 02 अक्टू. 2026, 09:58 AM 👁 12
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
અમરેલીના ચક્કરગઢ અને પ્રતાપપરા મુકામે વિવિધ વિકાસકામોનું ખાતમુહૂર્ત કરતા રાજ્યમંત્રી શ્રી કૌશિકભાઈ વેકરીયા

ચક્કરગઢ મુકામે અંદાજે કુલ રૂ. ૩.૩૦ કરોડના ખર્ચે એપ્રોચ રોડ, સ્ટ્રક્ચરના વિકાસકામનું ખાતમુહૂર્ત સંપન્ન

અમરેલી જિલ્લા માટે વિકાસની માત્ર વાતો નહીં, પરંતુ નક્કર પરિણામલક્ષી કામગીરી તેજ ગતિએ આગળ ધપી રહી છે
-રાજ્યમંત્રી શ્રી કૌશિકભાઈ વેકરીયા

પ્રતાપપરા મુકામે અંદાજે કુલ રૂ. ૧.૧૦ કરોડના ખર્ચે બાયપાસ રોડ બનશે : સ્થાનિક સ્તરે વાહનવ્યવહાર વધુ સુદ્રઢ અને સુગમ બનશે

અમરેલી તા. ૦૧ ઓક્ટોબર
અમરેલી જિલ્લાના સર્વાંગી વિકાસને વધુ વેગ આપવા માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે. આજરોજ ગુજરાત રાજ્યના કાયદો અને ઊર્જા રાજ્યમંત્રી શ્રી કૌશિકભાઈ વેકરીયાના હસ્તે અમરેલી તાલુકાના ચક્કરગઢ અને પ્રતાપપરા મુકામે વિવિધ પ્રજાલક્ષી વિકાસકામોનું ખાતમુહૂર્ત સંપન્ન થયું હતું.

આ વિકાસ પ્રકલ્પો અંતર્ગત ચક્કરગઢ મુકામે માર્ગ અને મકાન વિભાગ (પંચાયત) હેઠળની ગ્રાન્ટ અન્વયે મોટા પાયે આયોજન કરવામાં આવ્યું છે. અહીં અંદાજે કુલ રૂ. ૩.૩૦ કરોડની માતબર રકમના ખર્ચે તૈયાર થનારા નવા એપ્રોચ રોડ તેમજ જરૂરી સ્ટ્રક્ચરના વિકાસકામનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. આ નવો રોડ બનવાથી સ્થાનિક સ્તરે વાહનવ્યવહાર વધુ સુદ્રઢ અને સુગમ બનશે, જેનો સીધો લાભ આસપાસના ગ્રામીણ વિસ્તારોને પણ મળશે.

આ ઉપરાંત, પ્રતાપપરા મુકામે લાંબા સમયથી અનુભવાતી ટ્રાફિકની જટિલ સમસ્યાના કાયમી નિવારણ માટે રાજ્યમંત્રીશ્રીના હસ્તે રૂ. ૧.૧૦ કરોડના ખર્ચે નવા બાયપાસ રોડની કામગીરીનું ખાતમુહૂર્ત પણ સંપન્ન કરવામાં આવ્યું હતું. આ નવો બાયપાસ રોડ અંદાજે ૬૦૦ મીટરની લંબાઈ ધરાવતો હશે, જે શહેરના મુખ્ય બાયપાસ સાથે સીધી કનેક્ટિવિટી પૂરી પાડશે. ભારે વાહનો અને અવરજવર ડાયવર્ટ થવાના કારણે પ્રતાપપરા ગામના આંતરિક માર્ગો પર ટ્રાફિકનું ભારણ ઘટશે અને ગ્રામ્ય વિસ્તારની ટ્રાફિક સમસ્યા કાયમ માટે ભૂતકાળ બની જશે.

આ પ્રસંગે રાજ્યમંત્રી શ્રી કૌશિકભાઈ વેકરીયાએ જણાવ્યું હતું કે, અમરેલી જિલ્લા માટે વિકાસની માત્ર વાતો નહીં, પરંતુ નક્કર અને પરિણામલક્ષી કામગીરી તેજ ગતિએ આગળ ધપી રહી છે. ટૂંક સમયમાં ઠેબી નદી પર રીવરફ્રન્ટ, અમરેલી બાયપાસ રોડ, જી.આઇ.ડી.સી સહિતના વિકાસકામો તેજ ગતિએ આગળ ધપશે. તેમણે ઉમેર્યું, કે અમરેલીના ઐતિહાસિક રાજમહેલ અને ક્લોક ટાવરના રિસ્ટોરેશનની કામગીરી પણ તેજ ગતિએ આગળ ધપી રહી છે. ઉલ્લેખનીય છે, કે અમરેલી જિલ્લામાં સતત અને અવિરત ચાલી રહેલા આ વિકાસકામો સ્થાનિક નાગરિકોની સુખાકારીમાં વધારો કરનારા સાબિત થઈ રહ્યા છે.

વિવિધ વિકાસકામોના ખાતમુહૂર્તના પ્રસંગે ચક્કરગઢ અને પ્રતાપપરા મુકામે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના હોદ્દેદારો, સ્થાનિક અગ્રણીઓ, સરપંચશ્રીઓ, ગ્રામ પંચાયત સભ્યશ્રીઓ, અધિકારીશ્રીઓ અને વિશાળ સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
📲Get App