अपराध
અમદાવાદ: મકરબા બ્રિજ પરથી યુવકે લગાવી છલાંગ, ઘટનાસ્થળે મોત
અમદાવાદના મકરબા બ્રિજ પરથી એક યુવકે બપોર બાદ ટુ-વ્હીલર લઈને આવીને બ્રિજ પરથી છલાંગ લગાવી દીધી હતી. ઘટનાસ્થળે જ તેનું મોત નીપજ્યું હતું.
અમદાવાદ શહેરમાં મકરબા બ્રિજ પરથી એક યુવકે છલાંગ લગાવીને આત્મહત્યા કરી હોવાની ઘટના બની છે. પ્રાપ્ત માહિતી અનુસાર, મૃતક યુવક બપોરના સમયે પોતાની ટુ-વ્હીલર લઈને મકરબા બ્રિજ પર પહોંચ્યો હતો.
બ્રિજ પર પહોંચ્યા બાદ યુવકે પોતાનું વાહન પાર્ક કર્યું અને ત્યારબાદ કોઈ કારણસર બ્રિજ પરથી નીચે કુદી ગયો હતો. બ્રિજ પરથી નીચે પડવાના કારણે યુવકને ગંભીર ઈજાઓ પહોંચી હતી અને તેનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું.
આ બનાવની જાણ થતાં સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી. પોલીસે મૃતદેહનો કબજો લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ મામલે વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.