🔥 TRENDING જખૌમાં આર્ચેન કંપનીની જેટી સુધી પહોંચત... જલાલપોર તાલુકાના કોલાસણા ગામે "સેવા સં... ગાંધી જયંતિ: રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી... ਲੋਕ ਜਨ ਸ਼ਕਤੀ ਪਾਰਟੀ ਵੱਲੋਂ ਮਹਾਤਮਾ ਗਾਂਧੀ... Jim Carrey Marries Longtime Partner Mi... Teja Sajja to Host Telugu Version of '...
02 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

ગુજરાતમાં દારૂબંધી સામે રાજકોટથી આંદોલનની જાહેરાત, ગાંધી જયંતિએ ગાંધીનગરમાં ધરણા

✍️ Reporter: Rangpara Shaileshbhai 🗓 02 Oct 2026, 09:10 AM 👁 10
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

રાજકોટમાં સામાજિક કાર્યકર્તા અતુલભાઈ દવેની આગેવાની હેઠળ 'દારૂબંધી હટાવો - નકલી દારૂ હટાવો' ના નારા સાથે આંદોલનની જાહેરાત કરવામાં આવી છે. ગાંધી જયંતિના દિવસે ગાંધીનગર ખાતે ધરણા યોજાશે.

ગુજરાતની વર્ષો જૂની દારૂબંધી નીતિ સામે ફરી એકવાર સવાલો ઉઠ્યા છે. રાજકોટ ખાતે સામાજિક કાર્યકર્તા અતુલભાઈ દવેની આગેવાનીમાં "દારૂબંધી હટાવો - નકલી દારૂ હટાવો" ના નારા સાથે આંદોલનની જાહેરાત કરવામાં આવી છે. આંદોલનકારીઓનું કહેવું છે કે ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ પર છે, કારણ કે ચોટીલા, રાજકોટ-ભાવનગર હાઇવે અને અમદાવાદ-રાજકોટ હાઇવે પર કરોડોનો દારૂ પકડાય છે. ભાવનગર લઠ્ઠાકાંડમાં 13 લોકોના મોત બાદ પણ નકલી દારૂની ફેક્ટરીઓ ધમધમી રહી છે, ત્યારે પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો છે કે GIFT સિટીમાં છૂટ છે તો આખા ગુજરાતના યુવાનોને નકલી દારૂ કેમ?

રાજકોટ પ્રેસ ક્લબ ખાતે પત્રકાર પરિષદ યોજી અતુલભાઈ દવેએ જણાવ્યું હતું કે, "અમે દારૂને પ્રોત્સાહન નથી આપતા, અમે જીવ બચાવવાની વાત કરીએ છીએ. કાયદેસર દારૂ મળશે તો ઝેરી દારૂથી મોત અટકશે અને બુટલેગરો-હફતા પ્રથા બંધ થશે." આ આંદોલનની શરૂઆત રાજકોટથી કરવામાં આવી છે.

આજે ગાંધી જયંતિના દિવસે ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે ધરણાનું એલાન આપવામાં આવ્યું છે. આ મુદ્દે સોશિયલ મીડિયા પર #DarubandhiHatao હેશટેગ પણ ટ્રેન્ડ થઈ રહ્યો છે.

બીજી તરફ, રાજ્ય સરકારે આ મામલે પોતાનો સ્ટેન્ડ સ્પષ્ટ કર્યો છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું છે કે ગુજરાતમાં દારૂબંધી ક્યારેય હટાવવામાં આવશે નહીં. હવે જોવાનું એ રહે છે કે રાજકોટથી ઉઠેલો આ અવાજ ગાંધીનગરમાં કેટલો ગુંજે છે.
📲Get App