🔥 TRENDING Jakhar Criticises Government Over Disc... Twenty Mobiles Recovered from Ten Unde... Over 700 Yoga Practitioners Gather in... গান্ধীজয়ন্তীতে পাঁচগ্রামে বিজ্ঞান অভীক... સાબરકાંઠાના-: હિંમતનગર અને શામળાજીમાં... ડીસા ટ્રાફિક પોલીસની દાદાગીરી અને બનાસ...
02 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
ધારી નજીક વીજળી પડતા યુવકનું મોત, વાડીમાં મશીન ચલાવતી વખતે બની ઘટના
Local

ધારી નજીક વીજળી પડતા યુવકનું મોત, વાડીમાં મશીન ચલાવતી વખતે બની ઘટના

✍️ Reporter: Rangpara Shaileshbhai 🗓 02 Oct 2026, 11:20 PM 👁 11
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

અમરેલી જિલ્લાના ધારી તાલુકાના બોરડી ગામમાં વીજળી પડવાની દુર્ઘટનામાં 32 વર્ષીય યુવકનું મૃત્યુ થયું છે. આ ઘટના ગતરોજ સાંજે કમોસમી વરસાદ દરમિયાન બની હતી.

અમરેલી જિલ્લાના ધારી તાલુકાના બોરડી ગામની સીમમાં ગતરોજ, તા. 30 સપ્ટેમ્બરના રોજ, કમોસમી વરસાદ અને ગાજવીજ સાથે વીજળી પડવાની દુર્ભાગ્યપૂર્ણ ઘટના બની હતી. આ ઘટનામાં એક યુવકનું કરૂણ મોત નીપજ્યું છે.

મળતી માહિતી અનુસાર, બોરડી ગામના 32 વર્ષીય આશિષભાઈ કાનજીભાઈ કુંજડીયા પોતાની વાડીમાં મગફળીનું ઓપનર મશીન ચલાવી રહ્યા હતા. તે દરમિયાન અચાનક વીજળી તેમના પર પડતાં તેઓ ગંભીર રીતે દાઝી ગયા હતા. બનાવની જાણ થતાં જ પરિવારજનો દ્વારા તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ બોલાવી તેમને ધારી સરકારી દવાખાને ખસેડવામાં આવ્યા હતા.

જોકે, દવાખાને ફરજ પરના તબીબે આશિષભાઈને મૃત જાહેર કરતાં પરિવારમાં શોક છવાયો હતો. આ ઘટના અંગે ધારી પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને વધુ તપાસ હાથ ધરી છે.
📲Get App