🔥 ट्रेंडिंग વારંવાર અકસ્માત સર્જાતા રોડ પર સ્થાનિક... हिमाचल के हामिरपुर में शिमला-मातौर कॉर... हिमाचल के राज्यपाल ने सोलेन में माधव स... જામનગરમાં પોલીસ દ્વારા ફરિયાદ ન લેવાતા... उत्तarakhand के CM पुष्कर सिंह धामी ने... मुख्यमंत्री: राज्य बनावट के लिए संघर्ष...
02 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

બ્રેકિંગ ; અમરેલી શહેરનાં સાવરકુંડલા રોડ બાય પાસ ફાટક પાસે મીરા એન્ટરપ્રાઈઝ (ભંગારના ડેલા) માં આગ લાગવાની ઘટના સામે આવી

✍️ रिपोर्टर: Sodha Gourangbhai 🗓 02 अक्टू. 2026, 06:00 PM 👁 10
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
આજ રોજ તારીખ 02/10/ 2026 ના રોજ સવારે સમય : 05:15 કલાકે અમરેલી ફાયર કંટ્રોલરૂમ ખાતે ટેલીફોનિક જાણ કરવામાં આવેલ કે અમરેલી શહેરનાં સાવરકુંડલા રોડ બાય પાસ ફાટક પાસે મીરા એન્ટરપ્રાઈઝ (ભંગારના ડેલા) માં આગ લાગવાની જાણ થતાં ઈનચાર્જ ફાયર ઓફિસર એચ.પી.સરતેજા ની આગેવાની હેઠળ અમરેલી ફાયર એન્ડ ઇમર્જન્સી સર્વિસ ની ટીમ 2 વોટર બાઉઝર સાથે તુરંત ઘટના સ્થળ પર પહોંચી વહેલી સવારના સમયે પોતાની સૂઝબુજ તથા પોતાના જીવના જોખમે અને મહા મહેનતે 3 કલાક સુધી પાણી તથા ફોમનો મારો ચલાવીને સંપૂર્ણ આગ પર કાબુ મેળવેલ હતો.
આ કામગીરી કરનાર કર્મનિષ્ઠ કર્મચારી
1. પ્રવિણભાઇ ચોહાણ
2. ભગવતસિંહ ગોહિલ
3. સાગર ભાઈ પુરોહિત
4. કૃષ્ણભાઇ ઓળકીયા
5. જગદીશભાઈ ભુરીયા
6. અરુણભાઈ વાઘેલા
7. કૌશિકભાઈ પરમાર
8. મિલનભાઈ ગાંભવા
📲Get App