🔥 TRENDING Manjhanpur સાબરકાંઠા: લાંબડીયા ગામે સસ્તા અનાજની... Jammu & Kashmir Govt Orders Transfers... Sawant Calls on Citizens to Embrace Ga... FTAs Open New Global Markets for Goa’s... Congress AICC General Secretary accuse...
02 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
સંદેશ અખબારના તંત્રી ફાલ્ગુન પટેલને મામલતદારની બદનામી બદલ જેલ અને દંડની સજા
Crime

સંદેશ અખબારના તંત્રી ફાલ્ગુન પટેલને મામલતદારની બદનામી બદલ જેલ અને દંડની સજા

✍️ Reporter: Chauhan Dolatsinh Jetsinh 🗓 02 Oct 2026, 03:25 PM 👁 12
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

વડોદરાના એક મામલતદારની બદનામી કરવા બદલ સંદેશ અખબારના તંત્રી ફાલ્ગુન પટેલને કોર્ટ દ્વારા ગુનેગાર જાહેર કરી જેલ અને દંડની સજા ફટકારવામાં આવી છે. આ મામલો વર્ષ 1999ના એક કેસ સાથે જોડાયેલો છે.

વર્ષ 1999માં વડોદરાના એક મામલતદારની બદનામી કરવા બદલ સંદેશ અખબારના તંત્રી ફાલ્ગુન પટેલને કોર્ટ દ્વારા ગુનેગાર ઠેરવી જેલ અને દંડની સજા ફટકારવામાં આવી છે. કોર્ટના આ ચુકાદાને લઈને ભારે ચકચાર મચી જવા પામી છે. આ કેસમાં ફાલ્ગુન પટેલ સામે આરોપ હતો કે તેમણે મામલતદારના ચરિત્ર બાબતે ગંદા આક્ષેપો સાથેના સમાચાર પ્રસિદ્ધ કર્યા હતા.

પ્રાપ્ત માહિતી અનુસાર, ફાલ્ગુન પટેલે મામલતદારને ધમકી આપી હતી કે જો તેઓ કહે તેમ નહીં કરે તો તેમને વડોદરામાં મામલતદાર તરીકે રહેવા નહીં દેવાય અને વધુ ગંદા સમાચાર છાપીને બદનામ કરી દેવાશે. આ ધમકી અને બદનક્ષીભર્યા સમાચારોને કારણે મામલતદારે કાયદાકીય કાર્યવાહી હાથ ધરી હતી.

આખરે 1999ના આ કેસમાં કોર્ટ દ્વારા મહત્વપૂર્ણ ચુકાદો આપવામાં આવ્યો છે. કોર્ટે ફાલ્ગુન પટેલને મામલતદારની બદનામી કરવા બદલ દોષિત ઠેરવી સજા ફટકારી છે. આ ચુકાદાથી પત્રકારત્વ જગતમાં પણ ચર્ચાનો વિષય બન્યો છે.
📲Get App