🔥 TRENDING जैसलमेर: बांकलसर रोड पर अज्ञात वाहन की... কাগজপত্র জমা না নেওয়ায় বসিরহাটে টাকি... गोला गोकर्णनाथ: भारत भूषण कॉलोनी में स... માટેલમાં દેશી દારૂ વેચતા બુટલેગરનો જાગ... Sikkim Govt Grants Early Leave to Empl... Doordarshan and PIB Officials Fatal in...
02 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

પરથમપુર ગામે 'સેવાસેતુ' કાર્યક્રમ: અનેક સરકારી યોજનાઓ અને આરોગ્ય સેવાઓનો લાભ એક જ સ્થળે

✍️ Reporter: Salman sama 🗓 02 Oct 2026, 12:06 PM 👁 10
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

દાહોદ જિલ્લાના ગુરુ ગોવિંદ લીમડી તાલુકાના પરથમપુર ગામે 'સેવાસેતુ' કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જેમાં નાગરિકોને વિવિધ સરકારી યોજનાઓ અને આરોગ્ય સેવાઓનો લાભ એક જ સ્થળે પૂરો પાડવામાં આવ્યો.

દાહોદ જિલ્લાના ગુરુ ગોવિંદ લીમડી તાલુકાના પરથમપુર ગામ ખાતે ગ્રામ્ય વિસ્તારના નાગરિકોને વિવિધ સરકારી યોજનાઓ તથા આરોગ્ય સેવાઓનો લાભ એક જ સ્થળેથી મળી રહે તે હેતુસર 'સેવાસેતુ' કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન ધારાસભ્ય શ્રી મહેશભાઈ ભુરીયા તથા તાલુકા આરોગ્ય અધિકારી ડૉ. તુષાર ભાભોર દ્વારા કાર્યક્રમ સ્થળની મુલાકાત લઈ વિવિધ સ્ટોલની કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે તાલુકા પંચાયત તથા જિલ્લા પંચાયતના સભ્યશ્રીઓ સહિત વિવિધ વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

સેવાસેતુ કાર્યક્રમ દરમિયાન આરોગ્ય વિભાગ દ્વારા કુલ 105 લાભાર્થીઓની OPD તપાસ કરવામાં આવી હતી. લાભાર્થીઓના બ્લડ પ્રેશર અને સુગરનું સ્ક્રીનિંગ કરવામાં આવ્યું હતું, જેમાં 77 લોકોનું સ્ક્રીનિંગ થયું હતું. ઉપરાંત, 22 લાભાર્થીઓના PMJAY (આયુષ્માન ભારત) કાર્ડ બનાવવામાં આવ્યા હતા. આ ઉપરાંત PMMVY યોજના હેઠળ 06 લાભાર્થીઓને સેવા, નમો શ્રી યોજના હેઠળ 9 લાભાર્થીઓને લાભ તથા 17 લાભાર્થીઓને ઉંમરના દાખલાની સેવા આપવામાં આવી હતી.

'ટીબી મુક્ત ભારત અભિયાન' અંતર્ગત પરથમપુર ગામ ખાતે પોર્ટેબલ X-Ray મશીન દ્વારા 44 લાભાર્થીઓની X-Ray તપાસ કરવામાં આવી હતી. આ કામગીરી દ્વારા ટીબીના સંભવિત દર્દીઓની વહેલી તકે ઓળખ કરી સમયસર જરૂરી તપાસ અને સારવાર ઉપલબ્ધ કરાવવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં મેડિકલ ઓફિસરશ્રી, MPHW, FHW, આશા બહેનો તથા CHO સહિત આરોગ્ય વિભાગના કર્મચારીઓ ઉપસ્થિત રહી નાગરિકોને વિવિધ આરોગ્ય સેવાઓ અને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

'સેવાસેતુ' કાર્યક્રમના માધ્યમથી પરથમપુર ગામના નાગરિકોને વિવિધ સરકારી યોજનાઓ, આરોગ્ય સેવાઓ તથા જરૂરી દસ્તાવેજોની સેવાઓ એક જ સ્થળેથી સરળતાથી મળી રહેતાં નાગરિકોમાં સંતોષની લાગણી જોવા મળી હતી.
📲Get App