Local
હિંમતનગર: ગાંધી જયંતિ નિમિત્તે ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાનમાં સામૂહિક શ્રમદાન અને સફાઈ કર્મચારીઓનું સન્માન..
હિંમતનગરના મોતીપુરા ખાતે ગાંધી જયંતિના પાવન અવસરે ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન હેઠળ સામૂહિક શ્રમદાન યોજાયું, જેમાં સફાઈ કર્મચારીઓનું સન્માન કરવામાં આવ્યું..
સાબરકાંઠામાં-:
ગાંધી જયંતિના પાવન અવસરે હિંમતનગરના મોતીપુરા ખાતે ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન અંતર્ગત ‘એક દિવસ, એક કલાક, એક સાથે’ ના સંકલ્પ સાથે સામૂહિક શ્રમદાનનું આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં પ્રભારી મંત્રી ડૉ.પ્રધુમન વાજા ઉપસ્થિત રહ્યા હતા.આ પ્રસંગે મહાત્મા ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરીને તેમના સ્વચ્છતા અને સ્વાવલંબનના સંદેશને આત્મસાત કરવાનો સંકલ્પ લેવામાં આવ્યો..
સ્વચ્છ અને સ્વસ્થ સમાજના નિર્માણ માટે યોજાયેલા આ અભિયાનમાં ઉપસ્થિત સૌ નાગરિકોએ ઉત્સાહપૂર્વક સ્વચ્છતા કાર્યમાં સહભાગી બની સ્વચ્છતા પ્રત્યેની પોતાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.આ અભિયાન દરમિયાન, શહેરને સ્વચ્છ રાખવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવતા સફાઈ કર્મચારીઓનું વિશેષ સન્માન કરવામાં આવ્યું. તેમના અમૂલ્ય યોગદાનને બિરદાવવામાં આવ્યું અને સ્વચ્છતા જાળવણીમાં તેમની મહેનતને સલામી આપવામાં આવી.
કાર્યક્રમમાં ઉપસ્થિત સૌને સંદેશ આપવામાં આવ્યો કે સ્વચ્છતા એ માત્ર એક દિવસની પ્રવૃત્તિ નથી,પરંતુ સૌની સહભાગિતાથી સતત જાળવવાની સામૂહિક જવાબદારી છે.આ અભિયાન દ્વારા નાગરિકોમાં સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ લાવવાનો પ્રયાસ કરાયો.