🔥 TRENDING गांधी एवं शास्त्री जयंती पर कलेक्ट्रेट... नारदीगंज में गांधी-शास्त्री जयंती पर श... INDIA Bloc Leaders in Bihar Call for U... Gandak River Breaches Embankments, Flo... Ajay Devgn’s ‘Drishyam The Conclusion’... Shyam Metalics to Invest Over $5 Billi...
02 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
હિંમતનગર એસ.ટી. ડેપો ખાતે વડાપ્રધાન મોદીના ૨૫ વર્ષ સેવા નિમિત્તે 'નમો સેવા અનકહી કહાની' શેરી નાટક યોજાયું..
Politics

હિંમતનગર એસ.ટી. ડેપો ખાતે વડાપ્રધાન મોદીના ૨૫ વર્ષ સેવા નિમિત્તે 'નમો સેવા અનકહી કહાની' શેરી નાટક યોજાયું..

✍️ Reporter: Shahbuddin A Shiroya 🗓 02 Oct 2026, 07:54 PM 👁 10
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જનસેવાના ૨૫ વર્ષ પૂર્ણ થવાના અવસરે હિંમતનગર એસ.ટી. ડેપો ખાતે 'નમો સેવા અનકહી કહાની' શીર્ષક હેઠળ એક શેરી નાટકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જિલ્લા પ્રભારી મંત્રી ડૉ.પ્રદ્યુમન વાજા સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા..

સાબરકાંઠાના-:
હિંમતનગર એસ.ટી.ડેપો ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જનસેવાના ૨૫ વર્ષ પૂર્ણ થવાના નિમિત્તે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત 'નમો સેવા અનકહી કહાની' નામના શેરી નાટકનું આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ વડાપ્રધાન મોદીની જનસેવાની ગાથાને લોકો સુધી પહોંચાડવાનો હતો.આ પ્રસંગે જિલ્લા પ્રભારી મંત્રી ડૉ.પ્રદ્યુમન વાજા ખાસ ઉપસ્થિત રહ્યા હતા.તેમની સાથે અન્ય મહાનુભાવો પણ જોડાયા હતા.કાર્યક્રમમાં ભાગ લેનાર કલાકારો દ્વારા ભજવવામાં આવેલા શેરી નાટકના પ્રદર્શનને મહાનુભાવોએ ખૂબ જ વખાણ્યું હતું અને કલાકારોને પ્રોત્સાહન આપ્યું હતું..

આ શેરી નાટક દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૨૫ વર્ષના જાહેર જીવન અને તેમની સેવાકીય પ્રવૃત્તિઓ પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો. નાટકના માધ્યમથી તેમની અણકહી કહાનીઓને રસપ્રદ રીતે રજૂ કરવામાં આવી હતી, જેણે ઉપસ્થિત સૌના દિલ જીતી લીધા હતા.
📲Get App