🔥 TRENDING Reliance’s Andhra Pradesh CBG Initiati... Andhra Pradesh’s Commercial Tax Revenu... Reliance to Invest ₹1 Trillion in Andh... Special prayers conducted at Somnath a... Gujarat Announces Up to 50% Motor Tax... ఆదిలాబాద్: ఇంటి ఆవరణలో గంజాయి సాగు కేస...
02 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

નશામુક્ત સમાજના સંકલ્પ સાથે જામનગરમાં સાયકલ રેલી!

✍️ Reporter: Atul Thakor 🗓 02 Oct 2026, 09:00 PM 👁 5
Watch on: 📘 Facebook
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
🚴‍♂️ નશામુક્ત સમાજના સંકલ્પ સાથે જામનગરમાં સાયકલ રેલી! 🇮🇳

નશાબંધી સપ્તાહની ઉજવણી અંતર્ગત જામનગરના ચાંદીબજાર ચોક ખાતે રાજ્યકક્ષાના સાથી મંત્રીશ્રી Rivaba Ravindrasinh Jadeja એ નશામુક્તિ જનજાગૃતિ સાયકલ રેલીને લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું.

નશાબંધી અને આબકારી વિભાગ દ્વારા આયોજિત આ રેલીમાં સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના ખેલાડીઓએ ભાગ લઈ ચાંદીબજાર ચોકથી રણજીત રોડ, ટાઉનહોલ અને લાલ બંગલો સર્કલ થઈ એસ.ટી. ડેપો સુધી નશામુક્તિનો સંદેશ ફેલાવ્યો હતો.

આ કાર્યક્રમમાં મેયરશ્રી મોનિકાબેન વ્યાસ, ધારાસભ્યશ્રી દિવ્યેશભાઈ અકબરી, જિલ્લા કલેક્ટરશ્રી પી.બી.પંડયા, જામનગર મહાનગરપાલિકાના કમિશનરશ્રી દીપેશ કેડિયા, ડેપ્યુટી મેયરશ્રી રાકેશભાઈ ડેર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનશ્રી ધીરેનભાઈ મોનાણી, સાશક પક્ષના નેતાશ્રી અમર મોદી, દંડકશ્રી પ્રવિણાબેન ગોસરાણી, અગ્રણીઓશ્રી બીનાબેન કોઠારી અને ડો.વિનોદભાઈ ભંડેરી, નશાબંધી અને આબકારી વિભાગના અધિકારીશ્રી સહદેવસિંહ વાળા, આગેવાનો, કોર્પોરેટરશ્રીઓ, અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
📲Get App